Connect Gujarat
દેશ

રાજસ્થાન: લેડી ડોન અનુરાધા ચૌધરીની ધરપકડ, પોલીસની પકડમાંથી થઈ હતી ફરાર

રાજસ્થાન: લેડી ડોન અનુરાધા ચૌધરીની ધરપકડ, પોલીસની પકડમાંથી થઈ હતી ફરાર
X

ગેંગસ્ટર કાલા જઠેડીની ધરપકડ સાથે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલને બીજી એક મોટી સફળતા મળી છે. સ્પેશિયલ સેલે કાલા જઠેડી સાથે અનુરાધા ચૌધરી ઉર્ફે મેડમ મિંજની પણ ધરપકડ કરી છે. અનુરાધા રાજસ્થાનના કુખ્યાત ગેંગસ્ટર આનંદપાલની ગર્લફ્રેન્ડ હતી. આનંદપાલના એન્કાઉન્ટર દરમિયાન અનુરાધા રાજસ્થાન પોલીસની પકડમાંથી ફરાર થઈ ગઈ હતી. આ દરમિયાન લારેન્સ વિશ્નોઈની મદદથી અનુરાધાની મુલાકાત કાલા જેઠેડી સાથે થઈ હતી. છેલ્લા નવ મહિનાથી બંને લીવ-ઇનમાં રહેતા હતા.

ખાસ વાત એ છે કે અનુરાધાના ઇશારે કાલા જઠેડી રાજસ્થાનમાં ખંડણી અને હત્યા જેવા સંગીના ગુનાઓને અંજામ આપતો હતો. કાલા જઠેડી 2020માં ફરીદાબાદ પોલીસની પકડમાંથી ભાગીને નેપાળ ભાગી ગયો હતો. હાલ તે અનુરાધા સાથે ઉત્તરાખંડમાં છૂપાયેલો હતો. ત્યાંથી સહરાનપુર આવ્યો ત્યારે તેને પકડી લેવામાં આવ્યો હતો.

પોલીસ પકડમાંથી ભાગી ગયા બાદ જઠેડી હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, મહારાષ્ટ્ર, મુંબઈ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં છૂપાઈને રહેતો હતો. કાલા જઠેડી સાગર ધનકડ હત્યાકાંડમાં સામેલ નીરજ બવાનિયા અને સુશીલ પહેલવાનનો નજીકનો છે. જ્યારે સુશીલ કુમાર પણ કાલા જઠેડીના નિશાન પર હતો. તેની પાસેથી એક પિસ્ટલ પણ મળી છે.

અનુરાધા ઉર્ફે મેડલ મિંજ આજથી છ વર્ષ પહેલા રાજસ્થાનના કુખ્યાત આનંદપાલના સંપર્કમાં હતી. તેની સાથે આનંદપાલની ગેંગને પણ ઓપરેટ કરી હતી. એ વખતે આનંદપાલ રાજસ્થાનના અન્ય ગેંગસ્ટર રાજૂ બસોદીના નિશાન પર હતો. આનંદપાલ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. જે બાદમાં અનુરાધા રાજૂ બસોદીના નિશાના પર હતી. જે બાદમાં તેણીએ બલબીર બાનૂડાનો સાથ લીધો હતો.

બલબીર બાનૂડા પોલીસના હાથે ઝડપાઈ જતા અનુરાધા લોરેન્સ વિશ્નોઈના સંપર્કમાં આવી હતી. જે બાદમાં તેની મુલાકાત કાલા જઠેડી સાથે થઈ હતી. અનુરાધા એ ગેંગસ્ટર હતી જેના સાથ બાદ આનંદપાલ નાણાકીય રીતે મજબૂત થયો હતો. કહેવામાં આવે છે કે અનુરાધાનું દિમાગ અને આનંદપાલની તાકાત સામે રાજસ્થાન સરકાર અને પોલીસ પણ પાણી ભરતી હતી.

Next Story