Connect Gujarat
દેશ

રશિયા યુક્રેન "યુદ્ધ" : મોદી સરકારની કામગીરી, 2000થી વધુ ભારતીયોની સુરક્ષિત રીતે વતન વાપસી

યુક્રેન અને રશિયા વચ્ચે છેડાયેલ જંગ દિવસેને દિવસે અને વધારેને વધારે ભયાનક સ્વરૂપ લઈ રહી છે. આવી સ્થિતિમાં યુક્રેનમાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો હિજરત કરી રહ્યાં છે

રશિયા યુક્રેન યુદ્ધ : મોદી સરકારની કામગીરી, 2000થી વધુ ભારતીયોની સુરક્ષિત રીતે વતન વાપસી
X

યુક્રેન અને રશિયા વચ્ચે છેડાયેલ જંગ દિવસેને દિવસે અને વધારેને વધારે ભયાનક સ્વરૂપ લઈ રહી છે. આવી સ્થિતિમાં યુક્રેનમાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો હિજરત કરી રહ્યાં છે, અને પડોશી દેશોમાં શરણ લઈ રહ્યાં છે, ત્યારે યુક્રેનમાં ફસાયેલા પોતાના ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે ભારત સરકાર દ્વારા 'ઓપરેશન ગંગા' અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના કારણે હાલ સ્થિતિ એટલી ગંભીર થઇ રહી છે કે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ પરમાણુ હથિયારો તૈયાર રાખવાનો આદેશ આપી દીધો છે. કિવથી અત્યાર સુધીમાં 1100થી વધુ ભારતીયો સુરક્ષિત પરત ફર્યા છે. જોકે, હજુ ખૂબ મોટી સંખ્યામાં નાગરિકો ત્યાં ફસાયેલા છે.

મળતી માહિતી અનુસાર, યુક્રેનથી ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવા એર ઈન્ડિયાની પાંચમી ફ્લાઈટ આજે દિલ્હી એરપોર્ટ પર ઉતરી હતી. યુક્રેનમાં ફસાયેલા 249 વિદ્યાર્થીઓ અને અન્ય ભારતીય નાગરિકોને લઈને બુકારેસ્ટ (રોમાનિયા) થઈને એર ઈન્ડિયાની ફ્લાઈટ (AI 1942) સોમવારના સવારે 6:30 કલાકે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આવી પહોંચી હતી, ત્યારે હાલ તો રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને જોતાં મોદી સરકારની શ્રેષ્ઠ કામગીરી સામે આવી છે. જેમાં 2000થી વધુ ભારતીયોની સુરક્ષિત રીતે વતન પરત લાવવામાં આવ્યા છે.

Next Story