Connect Gujarat
દેશ

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન દિલ્હી પહોંચ્યા,પી.એમ.મોદી સાથે યોજાય બેઠક

આ અગાઉ રશિયાના વિદેશ મંત્રી સર્ગેઇ લાવરોવ અને રક્ષા મંત્રી સર્ગેઇ શોઈગુ ભારત પ્રવાસે પહોંચ્યા હતા.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન દિલ્હી પહોંચ્યા,પી.એમ.મોદી સાથે યોજાય બેઠક
X

એક દિવસની ભારત યાત્રા પર આવેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન દિલ્હી પહોંચી ગયા છે. એરપોર્ટથી પુતિન હૈદરાબાદ હાઉસ પહોંચ્યા છે. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું સ્વાગત કર્યું છે. બન્ને નેતા વચ્ચે વાતચીત શરૂ થઈ ચુકી છે. પુતિનની ભારત યાત્રા સમયે બન્ને દેશો વચ્ચે કેટલીક સમજૂતી થઈ શકે છે. આ મુલાકાત પર અમેરિકા અને ચીન ચાંપતી નજર રાખી રહ્યા છે. સોમવારે જ ભારત અને રશિયા વચ્ચે 2+2 વાતચીત યોજાઈ છે, જે ખૂબ મહત્વ ધરાવે છે. મોડી રાત્રે પુતિન મોસ્કો પરત ફરશે.

આ અગાઉ રશિયાના વિદેશ મંત્રી સર્ગેઇ લાવરોવ અને રક્ષા મંત્રી સર્ગેઇ શોઈગુ ભારત પ્રવાસે પહોંચ્યા હતા. રશિયાના આ બંને નેતાઓએ વિદેશ મંત્રી એસ.,જયશંકર અને રક્ષા મંત્રી રાજનાથસિંહ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ બેઠકોનો સિલસિલો શરૂ થઈ ગયો હતો. રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને રશિયાના રક્ષા મંત્રી સર્ગેઇ શોઈગુની બેઠક મળી હતી. આ બેઠકમાં બંને દેશના નેતાઓએ ભારત અને રશિયા વચ્ચે એસોલ્ટ રાઇફલ AK-203 કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ દ્વારા ભારત-રશિયા રાઇફલ પ્રાઈવેટ લિમિટેડના માંધ્યમથી 6,01,427 7.63x39 મિમી આસોલ્ટ રાઈફલ્સ AK-203ની ખરીદી માટે કરાર કરવામાં આવ્યા હતા.2021-2031 સુધીના સૈન્ય-ટેકનિકલ સહકાર માટેના કાર્યક્રમ જેવા કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

Next Story