તહેવારોમાં મીઠાઇ પણ લાગશે કડવી.......તહેવાર પહેલા મળ્યો મોટો ઝટકો, ખાંડના ભાવમાં થયો તોતિંગ વધારો....

છૂટક બજારમાં પણ ખાંડના ભાવ મોંઘા થયા છે. મંગળવારે ખાંડના ભાવ વધીને રૂ. 37,760 પ્રતિ મેટ્રિક ટન થયા, જે ઓક્ટોબર 2017 પછી સૌથી વધુ છે

New Update

ખાંડના ભાવમાં થયેલા વધારા બાદ વેપારીઓ અને ઉત્પાદકોએ ચિંતા વ્યક્ત કરી છે. વેપારીઓ અને ઉત્પાદકોનું કહેવું છે કે દેશના મુખ્ય ખાંડ ઉત્પાદક રાજ્ય મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં આ વર્ષે અત્યાર સુધીમાં સરેરાશથી ઓછો વરસાદ થયો છે, જે શેરડીના ઉત્પાદનને અસર કરી શકે છે. જો પાકની સીઝન 2023-24માં શેરડીનું ઉત્પાદન ઘટશે તો ખાંડ વધુ મોંઘી થઈ શકે છે. દેશમાં મોંઘવારી ઓછી થવાનું નામ નથી લઈ રહી. કઠોળ, ચોખા, ઘઉં, ટામેટા અને લીલા શાકભાજી બાદ હવે ખાંડ ફરી એકવાર મોંઘી થઈ ગઈ છે. છેલ્લા 15 દિવસમાં તેની કિંમતમાં 3 ટકાનો વધારો થયો છે.

જેના કારણે છૂટક બજારમાં પણ ખાંડના ભાવ મોંઘા થયા છે. મંગળવારે ખાંડના ભાવ વધીને રૂ. 37,760 પ્રતિ મેટ્રિક ટન થયા, જે ઓક્ટોબર 2017 પછી સૌથી વધુ છે. ખાસ વાત એ છે કે ખાંડની કિંમતમાં 3 ટકાના વધારાને કારણે તેની કિંમત છેલ્લા 6 વર્ષમાં સૌથી ઊંચા સ્તરે પહોંચી છે. ખાંડ ઉત્પાદનની નવી સિઝન 1 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહી છે. આવી સ્થિતિમાં ઓછા વરસાદને કારણે ખાંડના ઉત્પાદનમાં 3.3 ટકાનો ઘટાડો થવાની ધારણા છે. જેના કારણે ખાંડનું ઉત્પાદન 31.7 મિલિયન મેટ્રિક ટન સુધી પહોંચી શકે છે. તેથી જનતાને ફરી એકવાર મોંઘવારીનો માર સહન કરવો પડશે.

Latest Stories