Connect Gujarat
દેશ

તાપી : જિલ્લાની એક સંસ્થા દ્વારા આંતર શાળા ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરાયું, પાંચ શાળાએ લીધો ભાગ

ગમ્મત સાથે જ્ઞાન આપવાના ઉદ્દેશ્યથી તાપી જિલ્લામાં એક સંસ્થા દ્વારા આંતર શાળા ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કર્યું હતું,

તાપી : જિલ્લાની એક સંસ્થા દ્વારા આંતર શાળા ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરાયું, પાંચ શાળાએ લીધો ભાગ
X

ગમ્મત સાથે જ્ઞાન આપવાના ઉદ્દેશ્યથી તાપી જિલ્લામાં એક સંસ્થા દ્વારા આંતર શાળા ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કર્યું હતું, જેમાં અલગ અલગ પાંચ જેટલી શાળાના બાળકોએ ભાગ લીધો હતો.

આદિવાસી વિસ્તારના બાળકો ઉચ્ચ જ્ઞાન મેળવે અને કંઈક અલગ કરી બતાવે તે ઉદ્દેશ્યથી એક સંસ્થા દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર નું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં તાપી જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક પાંચ જેટલી શાળાના વિદ્યાર્થીઓએ ક્વિઝ કોમ્પિટિશન માં ભાગ લીધો હતો, આ કાર્યક્રમમાં પદ્મશ્રી માટે નોમિનેટ થનાર રમીલાબેન ગામીત, જિલ્લા શિક્ષણ અધિકારી સહિત વ્યારા કન્યા શાળાના આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહયા હતા.

Next Story