દેશના 49માં ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા તરીકે ઉદય ઉમેશ લલિતે શપથ ગ્રહણ કર્યા...

છેલ્લા 102 વર્ષથી લલિત પરિવાર વકીલાતના વ્યવસાયમાં છે. જસ્ટિસ યુ.યુ. લલિતના દાદા મહારાષ્ટ્ર સોલાપુર જિલ્લામાં વકીલાત કરતા હતા.

New Update

દેશના 49માં ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા તરીકે ઉદય ઉમેશ લલિતે શપથ લીધા હત. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજીત સંક્ષિપ્ત સમારોહમાં જસ્ટિસ લલિતને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અન્ય કેન્દ્રીય મંત્રીઓ પણ સમારોહમાં સામેલ થયા. ન્યાયમૂર્તિ લલિત અગાઉ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા તરીકે સેવા આપનાર ન્યાયમૂર્તિ એનવી. રમના પણ હાજર હતા.દેશના 49માં ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા તરીકે ઉદય ઉમેશ લલિતે શપથ ગ્રહણ કર્યા...દેશના 49માં ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા તરીકે ઉદય ઉમેશ લલિતે શપથ ગ્રહણ કર્યા...

છેલ્લા 102 વર્ષથી લલિત પરિવાર વકીલાતના વ્યવસાયમાં છે. જસ્ટિસ યુ.યુ. લલિતના દાદા મહારાષ્ટ્ર સોલાપુર જિલ્લામાં વકીલાત કરતા હતા. તેમના પિતા ઉમેશ રંગનાથ લલિત જે હવે 90 વર્ષના છે, તેઓ પણ જાણીતા વકીલ રહી ચૂક્યા છે. તેઓ બોમ્બે હાઇકોર્ટમાં જજ રહી ચૂક્યા છે. જસ્ટિસ ઉદય ઉમેશ લલિતના પત્ની અમિતા લલિત શિક્ષણવિદ છે. જે નોઈડામાં એક સ્કૂલ ચલાવે છે. જસ્ટિસ લલિતના 2 પુત્ર છે, શ્રીયસ અને હર્ષદ. શ્રેયસ વ્યવસાયે વકીલ છે, જે IIT ગુવાહાટીના મિકેનિકલ એન્જિનિયર છે, અને તેમના પત્ની રવીના પણ વકીલ છે, જ્યારે હર્ષદ વકીલાતમાં નથી અને તેઓ પત્ની રાધિકા સાથે અમેરિકામાં રહે છે. હર્ષદ હાલ પત્ની સાથે અમેરિકાથી દિલ્હી આવ્યા છે. એવું નથી કે, જસ્ટિસ ઉદય ઉમેશ લલિતને વકીલાતમાં સફળતા વારસામાં મળી છે. તેઓ જ્યારે દિલ્હી આવ્યા, ત્યારે મયૂર વિહારના 2 રૂમના ફ્લેટમાં રહેતા હતા. પરંતુ ત્યારબાદ તેઓ દેશના ટોપ ક્રિમિનલ વકીલોમાં સામેલ થયા. તેઓ હાઈ પ્રોફાઈલ કેસમાં પણ હાજર રહ્યા. એટલે સુધી કે, 2જી કૌભાંડ મામલે સુપ્રીમ કોર્ટે તેમને સ્પેશિયલ પીપી નિયુક્ત કર્યા હતા.

Latest Stories