Connect Gujarat
દેશ

ઉત્તરપ્રદેશ:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગોરખપુરમાં AIIMS, ફર્ટિલાઇઝર ફેક્ટરીનું કર્યું ઉદ્દઘાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગોરખપુરમાં AIIMS, ફર્ટિલાઇઝર ફેક્ટરીનું ઉદ્દઘાટન કર્યું છે. વડાપ્રધાને ગોરખપુરને 9600 કરોડની યોજનાઓની ભેટ આપી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગોરખપુરમાં AIIMS, ફર્ટિલાઇઝર ફેક્ટરીનું ઉદ્દઘાટન કર્યું છે. વડાપ્રધાને ગોરખપુરને 9600 કરોડની યોજનાઓની ભેટ આપી છે. PM મોદીએ અહીં AIIMS ગોરખપુરનું ઉદ્દઘાટન કર્યું છે.વડાપ્રધાન મોદીએ સંબોધન કરતાં કહ્યું હતું કે હું ધર્મ, આધ્યાત્મ અને ક્રાંતિની નગરી ગોરખપુરના લોકોને નમન કરું છું. તમે બધા ફર્ટિલાઇઝર ફેકટરી અને AIIMS માટે ઘણા દિવસોથી રાહ જોઈ રહ્યા હતા, આજે તે સમય આવી ગયો છે. વડાપ્રધાને સંબોધન કરતાં બધાને અભિનંદન આપ્યા હતા.વડાપ્રધાન મોદીએ સ્થાનિક ભોજપુરી ભાષામાં સબોધનની શરૂઆત કરી હતી.મોદીએ કહ્યું કે ગોરખપુરમાં ફર્ટિલાઇઝર ફેકટરી શરૂ થવી, AIIMS શરૂ થવી તે ઘણા સંદેશ આપી રહ્યું છે. જ્યારે ડબલ એન્જિનની સરકાર હોય છે, ત્યારે ડબલ ઝડપ સાથે કામ થાય છે. મોદીએ કહ્યું કે જ્યારે ગરીબ, શોષિત લોકોની ચિતા કરનારી સરકાર હોય છે, તો પરિણામ બતાવે છે. ગોરખપુરનો આજનો આ કાર્યક્રમ તેનો પુરાવો છે કે નવું ભારત જ્યારે નિશ્ચય કરી લે છે, ત્યારે તેના માટે કશું પણ અશક્ય જ નથી.વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા 47 દિવસમાં ચોથી વખત પૂર્વાંચલ પહોંચ્યા છે.PM મોદીએ છેલ્લી વખત સિદ્ધાર્થનગરની મુલાકાત 25 ઓક્ટોબરે લીધી હતી, જ્યારે તેમણે 9 મેડિકલ કોલેજોનું ઉદ્ઘાટન કર્યું હતું. આજે PM ગોરખપુરમાં 10 હજાર કરોડના ખર્ચના ત્રણ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું છે. તેમાં ગોરખપુર ફર્ટિલાઇઝર ફેક્ટરી, AIIMS અને બાબા રાઘવ દાસ મેડિકલ કોલેજની પ્રાદેશિક મેડિકલ રિસર્ચ સેન્ટર (RMRC) સામેલ છે.

Next Story