Connect Gujarat
દેશ

વિધાન સભા ચૂંટણી: પંજાબની તમામ 117 બેઠક તો ઉત્તરપ્રદેશમાં ત્રીજા તબક્કાનું મતદાન શરૂ

પંજાબની તમામ 117 સીટો પર રવિવારે એટલે કે આજે સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચા ઉત્તરપ્રદેશની થઈ રહી છે

વિધાન સભા ચૂંટણી: પંજાબની તમામ 117 બેઠક તો ઉત્તરપ્રદેશમાં ત્રીજા તબક્કાનું મતદાન શરૂ
X

પંજાબની તમામ 117 સીટો પર રવિવારે એટલે કે આજે સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચા ઉત્તરપ્રદેશની થઈ રહી છે પરંતુ પંજાબની ચૂંટણી પણ ભારે રોમાંચક બની ગઈ છે. અહીં કોંગ્રેસે પોતાની સત્તા બચાવવાની છે તો ગત ચૂંટણીમાં અસરકારક રીતે ઉભરેલી આમ આદમી પાર્ટી દિલ્હી પછી અહીં પ્રભાવ વધારવા માગે છે. ભાજપા અમરિન્દર સિંહની પાર્ટી પંજાબ લોક કોંગ્રેસની સાથે મેદાનમાં છે. જ્યારે બસપાની સાથે ગઠબંધનમાં ચૂંટણી લડી રહેલું અકાલી દળ મોટા ઉલટફેરની કોશિશમાં છે.

આ સાથે જ ઉત્તરપ્રદેશમાં ત્રીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. રાજ્યમાં 16 જિલ્લાની 59 સીટો પર સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન થશે.59 સીટો પર 627 ઉમેદવારો મેદાનમાં છે. તેમાં 4 યોગીના અને એક કેન્દ્રીય મંત્રી છે.2.15 કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.સૌથી વધુ ચર્ચા છે કરહલ વિધાનસભા સીટની, જ્યાંથી સપા પ્રમુખ અખિલેશ મેદાનમાં છે. તેઓ પ્રથમવાર વિધાનસભા ચૂંટણી લડી રહ્યા છે. આ ઉપરાંત બિકરુ કાંડવાળા કાનપુર અને દરોડાથી ચર્ચામાં આવેલા અત્તરના વેપારીવાળા કન્નૌજમાં પણ વોટિંગ જારી છે. આ ઉપરાંત અખિલેશના કાકા શિવપાલ, પૂર્વ વિદેશમંત્રી સલમાન ખુરશીદના પત્ની લુઈસ ખુરશીદ, પૂર્વ આઈપીએસ અસીમ અરૂણ પણ ચર્ચામાં રહેલા ચહેરા છે.

Next Story