Connect Gujarat
ગુજરાત

જંબુસરઃ ગાંધીજીની સ્મૃતિમાં 80 લાખનાં ખર્ચે નિર્મિત સ્વરાજ ભવન બન્યું ખંડેર

જંબુસરઃ ગાંધીજીની સ્મૃતિમાં 80 લાખનાં ખર્ચે નિર્મિત સ્વરાજ ભવન બન્યું ખંડેર
X

સ્થાનિક લોકોનું કહેવું છે કે, તંત્ર દ્વરા સ્મારક પ્રત્યે આંખ આડા કાન કરાતાં અસામાજીક પ્રવૃત્તિનું ધામ બન્યું છે

આજે દેશભરમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિ ઉજવવામાં આવી રહી છે. ત્યારે વર્ષ 1930માં ગાંધીજીએ કરેલા મીઠાના સત્યાગ્રહ સમયે ભરૂચ જિલ્લામાંથી તેઓ પસાર થયા હતા. કેટલાંક સ્થળોએ રાત્રિ રોકાણ કરી સભાઓ પણ કરી હતી. જે પૈકીનું એક એટલે જંબુસર તાલુકાનું સ્વરાજ ભવન. રૂપિયા 80 લાખનાં ખર્ચે તેને નવ નિર્મિત કરવામાં આવ્યું હોવા છતાં તંત્રની લાપરવાહીને કારણે આ સ્થળ આજે સ્મારકને બદલે અનિતિનું ધામ બની ગયું છે. જેથી સ્થાનિક લોકોની માંગ છે કે આ સ્થળની યોગ્ય રીતે દરકાર કરવામાં આવે અને તેમાં સ્વચ્છતા જાળવવામાં આવે.

ભરૂચ જીલ્લાના જંબુસર સ્થિત ગાંધીજીની સ્મૃતિમાં નિર્મિત સ્વરાજ ભવન પોતાની જર્જરિત સ્થિતિના લીધે આંસુ સારી રહ્યું છે.

મહાત્મા ગાંધીજી આઝાદીની લડાઈ અને સ્વતંત્રતા સેનાનીઓ પ્રત્યે સરકાર-તંત્ર અને પ્રજાની લાપરવાહી સન્માન અને અહોભાવના ખોટા દેખાડાનો ભોગ બનેલા સ્વરાજ ભાવનાની દુર્દશા જોઈને કોઈ પણ રાષ્ટ્ર પ્રેમી નાગરિકનું હૈયું વિસદગ્રસ્ત થઈ જાય તેમ છે.

ઐતિહાસિક દાંડી કૂચ દરમિયાન 22 માર્ચ 1930ના દિવસે મહાત્મા ગાંધી જંબુસર આવ્યા હતા. જંબુસર ખાતે અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીની મિટિંગ મોતીલાલ નહેરૂ, જવાહરલાલ નહેરૂ સહિત દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં મળી હતી. મોતીલાલ નહેરૂએ સ્વરાજ ભવન ખાતેથી જ અલહાબાદ સ્થિત આનંદ ભવન રાસ્ટ્રને અર્પણ કરવાની જાહેરાત મિટિંગ દરમિયાન કરી હતી.

સ્વચ્છતાના આગ્રહી એવા ગાંધી બાપુની સ્મૃતિમાં બનાવેલા સ્વરાજ ભવન હાલમાં તેની જાળવણીના અભાવે ઉકેરડાથી પણ બત્તર બની રહ્યું છે.

ગાંધીજીના સ્મારકમાં દારૂ, જુગાર જેવી અનિસ્થ પ્રવૃતિઓ ચાલતી હોય છે. સ્વરાજ ભવનમાં ઠેર ઠેર દારૂની પોટલીઓ પણ નિહારવા મળે છે. સ્વરાજ ભવનમાં ગાંધીજીની સ્મૃતિમાં મુકેલ દુર્લભ ચરખો, અલભ્ય તસ્વીરો કે જેનો હાલમાં કોઈ અતો પતો નથી, સ્વરાજ ભવનના બારી બારણાં તેમજ પતેરડા પણ ચોરાઇ જતાં સ્વરાજ ભવન હાલ ખંડેર જેવુ લાગી રહ્યું છે.

૨૨ માર્ચ ૧૯૩૦ ના રોજ ગાંધીજી જે માકાનમાં રોકાયા હતા જે મકાન ગાંધીજી અને ઐતિહાસિક દાંડી યાત્રા યાદ અપાવે છે તે મકાન બારી બારણાં પણ ચોરાઇ ગયા છે, મકાનમાં ગાંધીજીની યાદગીરી રૂપી તસ્વીરો પણ નહીં રહી.

Next Story