Connect Gujarat
Featured

જુનાગઢ : પૂર્વ ભાજપ પ્રમુખના રેસ્ટોરાંમાં ચાલતા જુગારધામ પર પોલીસના દરોડા, રૂ. 50 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

જુનાગઢ : પૂર્વ ભાજપ પ્રમુખના રેસ્ટોરાંમાં ચાલતા જુગારધામ પર પોલીસના દરોડા, રૂ. 50 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
X

જુનાગઢ જિલ્લામાં ભાજપના અગ્રણી કરશન ધડુકના એસેલ પાર્ક રિસોર્ટમાં પોલીસે દરોડા પાડ્યા હતા, ત્યારે પોલીસે કુલ 20 જેટલા જુગારીઓને રંગેહાથ ઝડપી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે ભાજપના પૂર્વ શહેર પ્રમુખ કરશન ધડુકના પુત્ર મનીષ ધડુકનો પણ સમાવેશ થતાં મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યો છે.

મળતી માહિતી અનુસાર, જુનાગઢમાં એસેલ પાર્ક રિસોર્ટમાં જુગારધામ પર પોલીસે દરોડા પાડ્યા હતા. રિસોર્ટમાં ચાલતા જુગારધામનો પર્દાફાશ થયો છે. ભાજપ અગ્રણીના રિસોર્ટમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. રિસોર્ટમાંથી ભાજપના પૂર્વ શહેર પ્રમુખ કરશન ધડુકના પુત્ર મનીષ ધડુક અને 2 મહિલા સહિત કુલ 20 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ જુગારીઓ પાસેથી મોટી રોકડ રકમ રૂપિયા 14 લાખ અને મોંઘીદાટ કાર મળી રૂપિયા 50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જોકે ગોંડલ પંથકમાં જુગાર બંધ થતાં આ જુગારધામ જુનાગઢમાં શરૂ કરવામાં આવ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે. પોલીસે ઘટના સ્થળેથી મોટો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે, ત્યારે હાલ પોલીસ અને SOGની સંયુક્ત તપાસ દરમ્યાન પાડવામાં આવેલા દરોડામાં ભાજપના અગ્રણીની હોટલમાં ચાલતા જુગારધામના પર્દાફાશથી ભારે ચકચાર મચી છે

Next Story