Connect Gujarat
Featured

અંકલેશ્વર: સારંગપુર ગામની સીમમાં દીપડાએ દેખા દીધા, જુઓ LIVE વિડીયો

અંકલેશ્વર: સારંગપુર ગામની સીમમાં દીપડાએ દેખા દીધા, જુઓ LIVE વિડીયો
X

અંકલેશ્વર તાલુકાનાં સારંગપુર ગામની સીમમાં દીપડાએ દેખા ડેટા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. એક ખેડૂતે દીપડાનો વિડીયો પણ બનાવ્યો હતો અને આ અંગે વન વિભાગને પણ જાણ કરવામાં આવી છે.

ભરૂચના વાલિયા નેત્રંગ પંથકના જંગલ વિસ્તારમાં મોટી સંખ્યામાં દીપડા વસવાટ કરે છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી વન્યજીવ દીપડાએ જંગલ વિસ્તાર છોડી માનવવસ્તી તરફ પ્રયાણ કર્યું છે ત્યારે અંકલેશ્વર તાલુકાનાં સારંગપુર ગામે દીપડો નજરે પડ્યો હતો. સારંગપુર ગામના યતીન પટેલ ગત રાત્રિના ગામની સિમમાંથી પસાર થઈ રહ્યા હતા એ દરમ્યાન તેઓએ દીપડો જોયો હતો આથી તેમણે તેમના મોબાઇલમાં દીપડાનો વિડીયો બનાવ્યો હતો અને આ અંગે ગામના સરપંચને જાણ કરવામાં આવી હતી. ગ્રામ પંચાયત દ્વારા આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવી છે.

ગ્રામજનોના જણાવ્યા અનુસાર અગાઉ પણ બે થી ત્રણ વાર દીપડો દેખાયો હતો અને આ અંગે વીએન વિભાગને પણ જાણ કરવામાં આવી હતી પરંતુ વન વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી. ગામની નજીક જ દીપડો દેખાયો છે ત્યારે ગામ લોકોના માથે જોખમ છે. અત્રે મહત્વપૂર્ણ છે કે વન્ય જીવોનું જંગલ વિસ્તાર છોડી શહેર નજીક આવેલા ગામડાઓમાં પ્રયાણ ચિંતાનો વિષય બન્યું છે.

Next Story