MAMI ફિલ્મ ફેસ્ટિવલમાં કરણ જોહરે મહિલા ફિલ્મમેકર માટે ખાસ એવોર્ડની કરી જાહેરાત

New Update
MAMI ફિલ્મ ફેસ્ટિવલમાં કરણ જોહરે મહિલા ફિલ્મમેકર માટે ખાસ એવોર્ડની કરી જાહેરાત

MAMI ફિલ્મ ફેસ્ટિવલ ખાતે પત્રકાર પરિષદમાં ફિલ્મ મેકર કરણ જોહરે ગુરૂવારે ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં જેન્ડર ઇક્વિલીટીને પ્રોત્સાહન આપવા મહિલા ફિલ્મ મેકર એવોર્ડની જાહેરાત કરી હતી.

આ પ્રસંગે કરણ જોહેરે જણાવ્યું હતું કે અમે આ વર્ષે MAMI માસ્ટરકાર્ડ બેસ્ટ ઇન્ડિયન ફીમેલ ફિલ્મમેકર એવોર્ડ 2016ની જાહેરાત કરતા ગૌરવ અનુભવી રહ્યા છીએ. 15 લાખ રૂપિયાનો આ એવોર્ડ માત્ર ભારતીય ફિલ્મો માટે જ છે. કરણ જોહરે વધુમાં જણાવ્યું હતું કે તેના કારણે ભારતીય સિનેમામાં મહિલાઓનો અવાજ બુલંદ થશે.

કરણ જોહરે ઉમેર્યુ હતું કે છેલ્લા પાંચ વર્ષમાં આપણે સારી પ્રગતિ કરી છે. પરંતુ તે ખૂબ જ ઓછી કહેવાય. બંને જેન્ડરની ઓનસ્ક્રીન રજૂઆત મહિલાઓના અવાજને વધુ સારી રીતે વ્યક્ત કરી શકશે. આ એવોર્ડ તે દિશામાં લેવાયલે પગલુ છે.

MAMI ફિલ્મ ફેસ્ટિવલમાં 54 દેશોની 180થી વધુ ફીચર્સ, ડોક્યુમેન્ટ્રીઝ અને શોર્ટ ફિલ્મો રજૂ કરવામાં આવશે.