/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/08/nitin-patel.jpg)
બિન અનામત વર્ગની 58 જ્ઞાતિઓના દોઢ કરોડ લોકોને ચાલુ શૈક્ષણિક વર્ષથી જ નવા લાભ મળશેઃ નીતિન પટેલ
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજ્યના 58 જ્ઞાતિઓના દોઢ કરોડ સવર્ણો માટેની વિવિધ યોજનાઓની આજે જાહેર કરી હતી. જાહેરાત કરતાં નીતિન પટેલે જણાવ્યું હતું કે, બિન અનામત વર્ગ માટે સરકારે કેટલીક યોજના બનાવી છે. જેમાં ધોરણ 12 બાદ વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓને સરકાર દ્વારા 15 લાખ રૂપિયાની સાદા વ્યાજે લોન આપવામાં આવશે. જ્યારે ધોરણ 12 સાયન્સ માટે 15 હજારની ટ્યૂશન સહાય પણ આપવામાં આવશે.
જ્યારે સ્વરોજગાર યોજના હેઠળ ઓફિસ ખરીદવા માટે પણ સરકાર સહાય કરશે. તથા સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમની સહાય પણ પુરી પાડવામાં આવશે.
નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, "બંધારણીય જોગવાઈઓને યથાવત રાખીને રાજ્ય સરકાર દ્વારા જેમને અનામત નથી મળી તેમને લાભ મળે તેવા પ્રયાસો કરવામાં આવશે. તમામ વર્ગો હળી મળીને વિકાસ કરે તે જરૂરી છે, વિદ્યાર્થીઓને લાભ થાય એવા વિશેષ પ્રયાસ કરી તમામને ન્યાયનો કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે.ગુજરાતમાં હાલ 58 જ્ઞાતિઓને અનામતનો લાભ મળતો નથી. "
સાથો સાથ ખાનગી કે સરકારી હોસ્ટેલોમાં રહીને ભણતા સવર્ણ વિદ્યાર્થીઓને ભોજન બિલ સહાયની પણ સરકારે જાહેરાત કરી છે. જે પરિવારની વાર્ષિક આવક ત્રણ લાખ રુપિયાથી ઓછી હોય એવા સ્નાતક કક્ષાના સ્ટૂડન્ટ્સને સરકાર મહિને 1200 રુપિયા લેખે ભોજનબિલની સહાય કરશે. આ ઉપરાંત ધોરણ 9થી 12માં ભણતી વિદ્યાર્થિનીઓને પણ ફુડ બિલ સહાય મળશે.