Connect Gujarat
ગુજરાત

ONGC સામે કલમ ખાતે આમરણાંત ઉપવાસ યથાવત : તંત્રનું સુચક મૌન

ONGC સામે કલમ ખાતે આમરણાંત ઉપવાસ યથાવત : તંત્રનું સુચક મૌન
X

ONGCની ભૂલ દેખાતી ૧૦૦૦ જેટલી ફાઇલો ગુમ કરી દેવાઇ

ONGCના એલ.એ.ક્યુ.માં બેઠેલા અધિકારીઓ કાંઇ પણ સમજવા તૈયાર નથી. કોરીડોરના નામે ખેડૂતોને મુર્ખ બનાવે છે.

હાંસોટ તાલુકા તથા ભરૂચ જિલ્લાના ખેડૂતોના મુખ્ય પ્રાણ પ્રશ્નોના લેવાઈ ચૂકેલા સર્વાનુમતે નિર્ણયોનો O N G C દ્વારા નિકાલ નહીં આવતાં છ દિવસથી કલમ ગામનાં ખેડૂત પદ્યુમન આઈ. પટેલ આમરણાંત ઉપવાસ ઉપર ઉતર્યા છે. જેમની છઠ્ઠા દિવસે જ તબીયત લથડતા તત્કાલ સારવાર અર્થે સુરત રીફર કરાયા છે.

આ અંગે ONGC ઇફેક્ટેડ ખેડૂતેસુનીલ પટેલે જણાવ્યું કે, અમારા ગામના પ્રધ્યુમન પટેલ અને નિતેષ પટેલ છેલ્લા ૬ દિવસથી આમરણાંત ઉપવાસ ઉપર ઉતર્યા છે. ખેડૂતોના અસરગ્રસ્ત વિસ્તાર અંકલેશ્વર એસેટ અને ગંધાર ફિલ્ડના અસરગ્રસ્ત ખેડૂતોના વર્ષો જૂના પ્રશ્નો જેવા કે, પાક વળતર,જમીન વળતર જેવા ગંભીર પ્રશ્નોના પગલે આ મરણાંત ઉપવાસ ઉપર ઉતર્યા છે. અત્યાર સુધી ONGC દ્વારા અમારા પ્રાણ પ્રશ્નો નું કોઇ નિરાકરણ લવાયું નથી.એટલું જ નહીં પણ આમાં જેણે મીડિયેટરની ભૂમિકા ભજવવાની છે તે સ્થાનિક મહેસુલી તંત્ર પણ અહીં ફરક્યું સુધ્ધા નથી. ફક્ત હાંસોટ પોલીસ જ ૨૪ કલાક અહીં તેનાત રહી ધ્યાન રાખે છે. જિલ્લા તંત્રના કોઇ પણ અધિકારી પણ અહીં આવવાની તસ્દી લીધી નથી કે ન તો આ પ્રશ્નોનું નિરાકરણ આવે તેમાં રસ લીધો.

આમરણાંત ઉપવાસ પર બેઠેલાઓની ખબર પડતા સાંસદ મનસુખ વસાવા અહીં મળવા આવ્યા હતા અને તેમણે રજૂઆત સાંભળી આશ્વાશન આપેલ કે આનું સુખદ નિરાકણ પેટ્રોલીયમ પ્રધાન ધર્મેશ પ્રધાનને મળી અમે લાવીશું.પરંતુ આજદિન સુધી અમારો અનુભવ છે કે ONGC સ્થાનિક તંત્રને ગાંઠતી જ નથી અને મનસ્વી વર્તન કરે છે. દુ:ખની વાત છે કે, ONGCના અધિકરિઓને કોંટ્રાકટરને રૂપિયા ૫૦ કરોડનું ટેંડરપાસ કરવાની સત્તા છે પણ ખેડૂતને પાંચ લાખ આપવાની નથી.

કિસાન સંઘ ગુજરાતના પ્રમુખ દેવુભા કાઠીએ જણાવ્યૂં કે, ONGC માં ૧૨ થી ૧૩ જેટલી ફાઇલો ખોવાયેલ છે.વર્ષો પસાર થયા પણ હજુ આ ફાઇલો મળતી નથી. જેમાં ઓ.એન.જી.સીની ભૂલ સામે આવી તેવી ૧૦૦૦ જેટલી ફાઇલો ગુમ કરી ખેડૂતોના હક્ક પર તરાપ મારવામાં આવી છે. વળી જે તે સમયના તેમજ વર્તમાન કલેકટરે પણ ખેડૂતોની વાત સાંભળી ONGCને વળતર ચૂકવવા હૂકમો પણ કર્યા પણ ONGCના અધિકારીઓ ક્લેકટરના હૂકમને પણ ઘોળીને પી ગયા છે. ONGCના એલ.એ.ક્યુ.માં બેઠેલા અધિકારીઓ કાંઇ પણ સમજવા તૈયાર નથી. કોરીડોરના નામે ખેડૂતોને મુર્ખ બનાવે છે. ખોવાયેલી ફાઇલો માટે કલેકટરે એફીડેવીટ કરવા કહ્યું તેને પણ ૧૦ મહીના થયા પણ અકોઇ નિરાકરણ ના આવતા આખરે ઉપવાસનો માર્ગ અપનાવવો પડ્યો છે.ન્યાય મેળવવા ઉપવાસમાં બેઠેલા પ્રધ્યુમન ભાઇ તેમજ નિતેશ પટેલ બેમાં પધ્યુમનભાઇની તબીયત લઠડતા તેમને સુરત લઈ જવાયા છે. જો આ પ્રશ્નો નો નિકાલ નહીં થાય અંકલેશ્વર ફિલ્ડ,ગંધાર ફિલ્ડ, જંબુસર ફિલ્ડ તેમાં દરેક જગ્યાએ પ્રતિક ઉપવાસ અને ધરણા શરૂ કરી ONGCને સબક શીખવાડીશું નું કહી આક્રોસ વ્યક્ત કર્યો હતો.

Next Story