પંચમહાલ : સાથી પોલીસ કર્મચારીનું અવસાન થતાં પરિવારને રૂપિયા ૧ લાખનો સહાય ચેક અર્પણ કરાયો

New Update
પંચમહાલ : સાથી પોલીસ કર્મચારીનું અવસાન થતાં પરિવારને રૂપિયા ૧ લાખનો સહાય ચેક અર્પણ કરાયો

પોલીસ કર્મચારી એ.એસ.આઈ. જયંતિભાઈ બીજલભાઈનું અવસાન થતા મોરવાના પી.એસ.આઈ. જે.એન.પરમાર અને સેકન્ડ પી.એસ.આઈ. આર.સી.સોલંકી દ્વારા રૂપિયા ૧ લાખનો ચેક પરિવારને સહાય કરી ઉમદા કાર્ય કર્યું છે.

મોરવાના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સાથી પોલીસ કર્મચારી એ.એસ.આઈ. જયંતિભાઈ બીજલભાઈનું અવસાન થયું હતુ. સાથી કર્મચારીના અવસાન બાદ સ્વર્ગસ્થના પરીવારને મદદ કરવા માટે ફુલ નહિ તો ફુલની પાંખડી અર્પણ કરવા માટે પોલીસ પરીવારની લાગણીઓ વચ્ચે મોરવા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. જે.એન.પરમાર અને સેકન્ડ પી.એસ.આઈ. આર.સી.સોલંકી દ્વારા રૂપિયા ૧ લાખની સહાયનો ફાળો એકત્ર કર્યો હતો. જે સહાય ફાળો પંચમહાલ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલના હસ્તે સ્વર્ગસ્થ એ.એસ.આઈ જયંતિભાઈના પરીવારને સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. સહાય ચેક અર્પણ વિધિમાં મોરવાના પોલીસ અધિકારીઓ પણ સામેલ થયા હતા.

Latest Stories