/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/maxresdefault-50.jpg)
પાનોલી GIDCમાં સોલિડ વેસ્ટના હેઝાર્ડિયસ્ટ વેસ્ટ ઇન્સિનરેટરના પ્લાન્ટની બાંધકામની કામગીરી અટકાવવા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે નિર્દેશ કર્યો છે.
પાનોલી જી.આઈ.ડી.સીમાં આવેલ પ્લોટ નંબર-18 ખાતે સોલિડ વેસ્ટના નિકાલ માટે હેઝાર્ડિયસ્ટ વેસ્ટ ઇન્સિનરેટર કંપની દ્વારા બાંધકામની મંજૂરીની માંગણી કરવામાં આવી રહી છે. જે અંગે ખરોડ ગામના ગ્રામજનો અને જમિયતે ગુજરાત અને મૂળ નિવાસી સંઘ દ્વારા જોખમી-ઝેરી કચરના નિકાલના પ્લાન્ટને પગલે પર્યાવરણને નુકસાન થાય ઉપરાંત કંપની દ્વારા કેન્દ્ર સરકારની મિનિસ્ટ્રી યોગ એન્વાયરમેન્ટ અને ફોરેસ્ટ વિભાગ પાસે કંપનીએ લીધેલ પર્યાવરણીય મંજૂરીની મુદત પણ વીતી ગઈ છે.
તેમ છતાં કંપની દ્વારા બાંધકામની પ્રક્રિયા કરવામાં આવે છે જે ખરોડ સહિતના ગામના લોકો અને બાળકો તેમજ જમીન માટે ખુબજ હાનિકારક હોવાથી કેફિયત નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં દાખલ કરવામાં આવી હતી. આ ફરિયાદને પગલે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની પ્રિન્સીપલ બેન્ચ દ્વારા હાથ ધરાયેલી સુનાવણીમાં હેઝાર્ડિયસ્ટ વેસ્ટ ઇન્સિનરેટર કંપની પર્યાવરણીય મંજૂરી વિના આ પ્લાન્ટ ચાલુ નહીં કરી શકે તેવો નિર્દેશ કર્યો છે.