Connect Gujarat
ગુજરાત

મગફળી કાંડ મુદ્દે પરેશ ધાનાણીનો વિરોધ, ગાંધી આશ્રમ ખાતે કર્યા ધરણાં!

મગફળી કાંડ મુદ્દે પરેશ ધાનાણીનો વિરોધ, ગાંધી આશ્રમ ખાતે કર્યા ધરણાં!
X

અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી મગફળી મુદ્દે ધરણા પર બેઠા છે. જે રીતે મગફળીને લઇને રાજકારણ ગરમાયું છે અને વિપક્ષ પણ હવે આકરા મૂડમાં છે. ધાનાણી દ્વારા ઉપવાસ પર બેસતા પહેલા સાબરમતી આશ્રમ ખાતે ગાંધીજીને પુષ્પાંજલિ અર્પી હતી. પુષ્પાંજલિ અર્પણ કર્યા પછી ધાનાણી ૭૨ કલાકના ઉપવાસ પર બેઠા છે.

વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ આજે મગફળી કાંડ મુદ્દે ગાંધી આશ્રમ ખાતે ધરણા કર્યા છે. જેમા તે આજથી ૭૨ કલાકના ઉપવાસ પર બેઠા છે. આ મુદ્દે પરેશ ધાનાણીએ ન્યાયિક તપાસની માંગ કરી છે. તેમજ મગફળીકાંડમાં જોડાયેલા દરેક આરોપીઓને કડક સજા કરવાની માંગણી પણ કરી છે.

પરેશ ધાનાણી દ્વારા સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું છે કે અત્યાર સુધીના ૪ હજાર કરોડના કૌભાંડ અંગેનું સત્ય બહાર આવે તેમજ આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. આ ઉપવાસ આંદોલનમાં કોંગ્રેસના નેતાઓ પણ જોડાયા છે. સાથે જ પરેશ ધાનાણીએ જણાવ્યું છે કે જરૂર પડશે તો ઉપવાસ આંદોલનનો સમય પણ વધારવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે જેતપુરના પેઢલા ગામ નજીકના જયશ્રી ઈન્ટરનેશનલ રો હાઉસ નામના ગોડાઉનમાંથી ટેકાના ભાવે ખરીદેલી મગફળીના જથ્થામાં ધૂળ અને કાંકરાની ભેળસેળ મળી આવ્યા આવ્યા હતા. જેમા ગુજકોટના ૪ અધિકારી સહિત ૨૨ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

Next Story