Connect Gujarat
ગુજરાત

રાજકોટઃ સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાનું પડ્યું જાહેરનામું, અપાયું 'ગોરસ લોકમેળો'

રાજકોટઃ સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાનું પડ્યું જાહેરનામું, અપાયું ગોરસ લોકમેળો
X

લોકમેળાના નામ માટે સૂચનો મંગાવતાં 700 થી વધુ નામો આવ્યા હતા

સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાનું નામ તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. રાજકોટના લોકમેળાને ' ગોરસ લોકમેળો'નામ આપવામાં આવ્યું. તંત્ર દ્વારા લોકમેળાના નામ માટે સૂચનો મંગાવતાં 700 થી વધુ નામો આવ્યા હતા. જેમાં રંગીલો , ગોકુળીયો , ગોકુલ , ગોરસ જેવા 700 નામમાંથી ગોરસ નામની પસંદગી કરવામાં આવી છે. આગામી 1 સપ્ટેમ્બર થી 5 સપ્ટેમ્બર સુધી 5 દિવસ સુધી ચાલશે આ ગોરસ મેળો.

સૌરાષ્ટ્ર જ નહી પરંતુ સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત એવા રાજકોટના સાતમ આઠમના તહેવાર દરમિયાન યોજાતા લોકમેળાનું આજે નામકરણ કરાયું છે. રાજકોટમા આ વર્ષે યોજાનાર લોકમેળોનુ ગોરસ નામ જાહેર કરવામા આવ્યુ છે. રાજકોટમાં પ્રતિવર્ષ યોજાતા લોકમેળા માટે જાહેરજનતા પાસેથી નામ મંગાવવામા આવ્યા હતા. જે અનવ્યે ૭૦૦ થી વધુ નામ આવ્યા હતા. આમ આવેલ 700 નામ માંથી ગોરસ નામ ની પસંદગી કરવામા આવી છે. ત્યારે આગામી તારીખ 1 સપ્ટેમ્બર થી 5 સપ્ટેમ્બર સુધી 5 દિવસ ગોરસ મેળો ચાલશે જેને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરુ કરવામાં આવી છે.

Next Story