રાજકોટ : સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન આયોજીત ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમમાં સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગનો પ્રારંભ

100

રાજકોટ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન આયોજીત

ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમમાં સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગનો પ્રારંભ

મુખ્યમંત્રી શ્રીવિજયભાઇ રૂપાણીએ કર્યું ઉદ્દઘાટન

SPL જેવા આયોજનથી નવા-ઉગતા ખેલાડીઓને તક મળશે : મુખ્યમંત્રી

સ્ટેડિયમમાં રંગા રંગ કાર્યક્રમ યોજાયો

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીયન આયોજીત સૌરાષ્ટ્ર પ્રિમિયલ લીગ SPL ટી-ર0 નો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી ના હસ્તે કાર્યક્રમનું ઉદ્દઘાટન કરવમાં આવ્યું હતું.

આ તકે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આ પ્રકારનું ક્રિકેટનું આયોજન આખા દેશનું ચોથું છે અને સૌરાષ્ટ્રનું પહેલું છે. જેનાથી નવા અને ઉગતા ખેલાડીઓને લાભ થશે. આગળ આવવાનો મોકો મળશે તેમજ એક પ્લેટફોર્મ મળશે અને SPL જેવા આયોજનથી નવા-ઉગતા ખેલાડીઓને તક મળશે.સૌરાષ્ટ્ર ક્રિકેટ પ્રિમિયલ લીગનો શાનદાર પ્રારંભ આતશબાજી અને સંગીતનાં સુરોથી થયો હતો.  ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગની ફાઇનલ મેચ 22મેં ના રોજ યોજાવાની છે.

 

LEAVE A REPLY