Connect Gujarat
ગુજરાત

રાજકોટ: ક્રાઈમબ્રાંચે નશાના કાળા કારોબારનો કર્યો પર્દાફાશ, 22.33લાખના મોરફીનનો જથ્થો કર્યો કબ્જે

રાજકોટ: ક્રાઈમબ્રાંચે નશાના કાળા કારોબારનો કર્યો પર્દાફાશ, 22.33લાખના મોરફીનનો જથ્થો કર્યો કબ્જે
X

રાજકોટ ક્રાઈમ બ્રાંચ દ્વારા વધુ એક વાર નશાના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. રાજકોટ ક્રાઈમ બ્રાંચ અને ભક્તિનગર પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામા આવ્યુ હતુ. જે ઓપરેશન અંતર્ગત શહેરના જંગલેશ્વર વિસ્તારમાંથી માતા પુત્રને 22.33લાખની કિંમતના મોરફીન નામના નશીલા પદાર્થ ના જથ્થા સાથે ઝડપી પાડવામા આવ્યા છે. ક્રાઈમ બ્રાંચ પોલીસ ઈન્સપેકટર હિતેષ ગઢવીના જણાવ્યા પ્રમાણે રફિક બેલિમ અને તેની માતા જુબેદાબેનની ધરપકડ કરવામા આવી છે.

બંન્નેવ માતા પુત્ર ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. પુત્ર રફિક ભુતકાળમા હત્યાના ગુનામા સંડોવાય ચુક્યો છે. જયારે તેની માતા જુબેદાબેન પ્રોહિબિશનના ગુનામા સંડોવાય ચુકેલી છે. ત્યારે બંને માતા પુત્રને કોર્ટમા રિમાન્ડ અર્થે રજુ કરવામા આવશે. તો સાથે જ રિમાન્ડ દરમિયાન પુછપરછ પણ હાથ ધરવામા આવશે કે આટલી મોટી માત્રામા આ પ્રકારના નશીલા પદાર્થ નો જથ્થો ક્યાંથી લાવવામા આવ્યો. અત્યાર સુધીમા રાજકોટ સહિત સૌરાષ્ટ્રમા કઈ કઈ જગ્યાએ વહેંચાણ કોને અને કયારે કર્યુ છે

Next Story