Connect Gujarat
ગુજરાત

રાજકોટ: ખેડૂતો પર પડ્યા પર પાટુ વાગ્યા જેવી પરિસ્થિતિ,વરસાદ ખેંચાતા જગતનો તાત ચિંતામાં

રાજકોટ: ખેડૂતો પર પડ્યા પર પાટુ વાગ્યા જેવી પરિસ્થિતિ,વરસાદ ખેંચાતા જગતનો તાત ચિંતામાં
X

એક તરફ વરસાદ ખેંચાયો છે તો બીજી તરફ ખેડૂતોએ વાયુ વાવાઝોડા સમયે બે ઇંચ જેટલો વરસાદ પડતાં વાવણી કરી હતી. પરંતુ છેલ્લા પંદર દિવસથી વરસાદ ન પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. રાજકોટ જિલ્લામાં વાત કરવામાં આવે તો આ વર્ષે ૨૬ સરેરાશ વરસાદ સામે માત્ર ૧૨.૬૯ ટકા જ વરસાદ થયો છે. જેને પગલે ખેડૂતોએ કરેલ વાવેતર નિષ્ફળ જાય તેવી ભીતિ સર્જાઈ રહી છે.

જગત નો તાત ખેડૂત જાણે તેના પર માઠી આવી પહોંચી હોય તેમ આ વર્ષે વરસાદ ખેંચતા પાક નિષ્ફળ જાય તેવી ભીતિ સર્જાઈ રહી છે. ગતવર્ષે દુષ્કાળ જેવી સ્થિતિ હતી. તો આ વર્ષે વાયુ વાવજોડાના કારણે વરસાદ ખેંચાયો છે. વાયુ વાવઝોડામાં બેથી ત્રણ દિવસ દરરોજ ૨ થી ૪ ઇંચ વરસાદ પડતાં રાજકોટ જિલ્લાના ખેડૂતોએ મગફળી અને કપાસનું વાવેતર કર્યું હતું. પરંતુ રાજકોટમાં છેલ્લા ૧૫ દિવસથી મેઘરાજા રિસાઈ ચુક્યા હોય તેમ વરસાદી માહોલ પણ નથી જોવા મળી રહ્યો. જેને કારણે ખેડૂતોએ વાવેલ પાક નિષ્ફળ જાય તેવી ભીતિ હાલ સર્જાઈ રહી છે.

રાજકોટ જિલ્લામાં દર વર્ષે જુલાઈની શરૂઆતના પખવાડિયામાં ૨૬ ટકા વરસાદ થતો હોય છે. પરંતુ આ વર્ષે માત્ર ૧૨ ટકા જેટલોજ વરસાદ નોંધાતા ખેડૂત ચિંતાતુર બન્યો છે. જગત નો તાત મોંઘા ભાવના બિયારણો લાવીને ખેતી કરતો હોય છે. પરંતુ છેલ્લા ૧૫ દિવસથી વરસાદ થયો નથી. તો બીજી તરફ કુવા અને બોરમાં પણ પાણીના સ્તર નીચા ચાલ્યા ગયા હોવાથી ખેતીમાં પાક નિષ્ફળ જાય તેવી ભીતિ સર્જાઈ છે. ખાસ રાજકોટના મોટા ભાગના ખેડૂતોએ આ વર્ષે મગફળી કપાસનું વાવેતર કરી દીધું છે. પરંતુ જો બે થી ચાર દિવસમાં મેઘરાજા નહીં પડે તો મોંઘા ભાવે ખરીદી કરેલ બિયારણ અને પાક નિષ્ફળ જઈ શકે છે તેમજ ખેડૂત દેવામાં ડૂબી શકે છે.

આમ તો ગતવર્ષે પણ રાજકોટના અનેક તાલુકાઓમાં વરસાદ નહીં પડતા સરકાર દ્વારા તમને અછતગ્રસ્ત જાહેર કરાયા હતા. પરંતુ આ વર્ષે પણ વરસાદ જોઈ તેટલો પડ્યો નથી સરેરાશ વરસાદ કરતા અધડો જ ભાગનો વરસાદ પડતાં ખેડૂતો ચિંતાતુર બન્યા છે અને તેઓના પાક નિષ્ફળ જવાની ભીતિ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે જોવું એ રહ્યું કે બેથી ચાર મેઘરાજા પધારીને ખેડૂતો માટે ખુશી લાવે છે કે પછી વધુ એક વખત ખેડૂત દેવામાં ડૂબતો જોવા મળશે.

Next Story