રાજકોટ: યુવતીને બિભત્સ ફોટા અને મેસેજ મોકલી બ્લેકમેઈલિંગ કરનાર શખ્સની કરાઈ ધરપકડ

New Update
રાજકોટ: યુવતીને બિભત્સ ફોટા અને મેસેજ મોકલી બ્લેકમેઈલિંગ કરનાર શખ્સની કરાઈ ધરપકડ

IMO એપ્લીકેશનમાં મુકાતા હતા ફોટા અને મેસેજ

આજે 8 માર્ચ એટલે કે વર્લડ વુમન ડે ત્યારે આ દિવસે સૌ કોઈ સ્ત્રીને સન્માનીત કરવાની વાત કરે છે. તો બિજી તરફ રાજકોટ સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મહિલાઓને રંઝાડતા એવા શખ્સની ધરપકડ કરવામા આવી છે.

IMO એપ્લીકેશનમા રાહુલ કુમાર નામના શખ્સે પિડીતા મહિલાને બિભ્તસ ફોટા અને મેસેજ મોકલી બ્લેકમેઈલિંગ કરવાનુ શરૂ કર્યુ હતું. જે બાદ પિડીતાએ સમગ્ર હકિકત પોલીસને જણાવતા પોલીસે આરોપીની તાત્કાલિક અસરથી ધરપકડ કરી છે. તો પોલીસની પુછપરછમા આરોપી એજી ઓફિસમા કલર્ક તરીકે કામ કરતો હોવાનુ જણાવ્યુ છે. તો સાથે જ તે સંખ્યાબંધ સ્ત્રીઓ સાથે બિભ્તસ ચેટીંગ કરતો હોવાનુ સામે આવ્યુ છે.

Latest Stories