Connect Gujarat
ગુજરાત

રાજકોટ : દારૂના અડ્ડાઓ પર જનતા રેઇડ, નિ઼દ્રાધીન પોલીસ બાદમાં થઇ દોડતી

રાજકોટ : દારૂના અડ્ડાઓ પર જનતા રેઇડ, નિ઼દ્રાધીન પોલીસ બાદમાં થઇ દોડતી
X

રાજકોટમાં થોડા સમય પહેલા ક્રિષ્ના વોટરપાર્કમાં પોલીસની દારૂ પાર્ટીના મહેફિલની ઘટના સામે આવી હતી. આ ઘટના બાદ પણ ઠેર ઠેર દારૂનું વેચાણ થઇ રહયું છે. યુનિવર્સીટી રોડ વિસ્તારમાં બુટલેગરો સામે પોલીસ આંખ આડા કાન કરતી હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ જનતા રેઇડ કરી હતી.

રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ ઉપર દેશી દારૂ વહેચતા હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ બુટલેગરોના ઘરમાં જનતા રેડ કરી હતી. આ જનતા રેડ દરમિયાન મોટી સંખ્યામાં દારૂની ભરેલી તથા ખાલી કોથળી પણ મળી આવી હતી. સ્થાનિકોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે અહીં દારૂ રોજ વેચાય છે. રાતના સમયે મહિલાઓને અહીંથી નીકળવું મુશ્કેલ બની જાય છે. આવારા તત્વો અહીં બેફામ બન્યા છે, પોલીસ દ્વારા પણ કોઈ યોગ્ય કાર્યવાહી નથી કરવામાં કારણ કે પોલીસ અહીં હપ્તા લે છે. જનતા રેડ દરમિયાન એક શરાબી ત્યાં નજીકથી હાથમાં દારૂની પોટલી સાથે નીકળ્યો હતો. નશામાં ચૂર આ શરાબી જાણે પોલીસને ખુલ્લો પડકાર હોય તેમ શહેરના મુખ્યમાર્ગો પર ખુલ્લેઆમ નીકળ્યો હતો. જનતા રેડ બાદ પોલીસ પણ સફાળી જાગી હતી અને ઘટના સ્થળે પહોંચી હતી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

Next Story