Connect Gujarat
ગુજરાત

રાજકોટ : ફીટ ઇન્ડીયા મુવમેન્ટના કાર્યક્રમ દરમ્યાન છાત્રો ગરમીમાં શેકાયા

રાજકોટ : ફીટ ઇન્ડીયા મુવમેન્ટના કાર્યક્રમ દરમ્યાન છાત્રો ગરમીમાં શેકાયા
X

રાજકોટ રેસકોર્સ મેદાન ખાતે ફીટ ઇન્ડીયા મુવમેન્ટના સંદર્ભમાં આયોજીત કાર્યક્રમમાં આયોજનના અભાવે વિદ્યાર્થીઓ ગરમીમાં શેકાયાં હતાં. મંત્રી સહિતના મહેમાનો માટે એરકુલર લગાવાયાં હતાં જયારે લોકોને બંધ પંખાઓની વચ્ચે બેસાડવામાં આવ્યાં હતાં.

ભાજપ સરકાર વિદ્યાર્થીઓનુ હિત ઇચ્છે છે તેની પૂરી સગવડાતાઓ આપે છે. તેવી સેખી નેતાઓ જાહેરમાં મારતા હોય છે. પરંતુ આ પ્રસંગે અલગ જ દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. જેમાં ખુદ મંત્રી સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ સ્ટેજ પર મોંઘાદાટ કુલરની ઠંડી હવા લેતા લેતા મોદીને સાંભળ્યા હતા. તો બીજી તરફ પરાણે બોલાવેલા વિદ્યાર્થીઓના નસીબમાં પંખાની હવા પણ નહોતી મળી. કાર્યક્રમમાં પંખા તો હતા પરંતુ તે બંધ હાલતમાં હતા. જેને લઇ વિદ્યાર્થીઓ આવી ગરમીના પ્રકોપમાં મુશ્કેલીમા મુકાયા હતા અને પોતાના હાથમાં કાગળ અને પુઠ્ઠા હતા તેનાથી હવા ખાતા નજરે પડ્યા હતાં.

Next Story