રાજકોટ પોલીસનું ગુનાખોરી ડામવાનું અનોખું શસ્ત્ર, જાહેરમાં હત્યા તો જાહેરમાં સરભરા
BY Connect Gujarat23 July 2019 1:56 PM GMT

X
Connect Gujarat23 July 2019 1:56 PM GMT
રાજકોટનાં જવાહર રોડ પર ગઇકાલે થયેલી હત્યાનો પોલીસે ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી ત્રણ આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આજે ત્રણેય આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. જેમાં આરોપી સાજીદ ભટ્ટી, મુસ્તાક ભટ્ટી અને ઇમરાન ભાડુલાને સાથે રાખીને પોલીસે રી-કન્ટ્રક્શન કર્યું હતું. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપી સાજીદ ભટ્ટીની ગર્લફ્રેન્ડને મૃતક રજાક ઝુણેજાએ મિત્રતા કરવી આપવાની માંગ કરી હતી. જેને લઇને દોઢ મહિના પહેલા બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. જૂના ઝઘડાનો ખાસ રાખીને આરોપી સાજીદ ભટ્ટીએ મૃતક રજાક ઝુણેજાને છરીનાં ઘા ઝીંકી હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે આરોપીઓની જાહેરમાં સરભરા કરીને લોકોમાંથી લુખ્ખા ત્તત્વોનો ભય દુર કર્યો હતો. આરોપીઓએ પણ જે જગ્યાએ હત્યા કરી હતી ત્યાં લોકોની જાહેરમાં માફિ માંગી હતી.
Next Story
પાવાગઢ પર્વતની ઢંકાયેલી સુંદરતા બહાર આવી, જુઓ પ્રાકૃતિક નજારો
28 Jun 2022 11:41 AM GMTરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિંહા ગાંધીનગર આવશે, કોંગ્રેસ ધારાસભ્યો...
28 Jun 2022 11:32 AM GMTસુરત : અન્ય રાજ્યના વેપારીઓની અવર-જવર શરૂ થતા કાપડના વેપારીઓને...
28 Jun 2022 11:15 AM GMTઅંકલેશ્વર : ટી.એમ.શાહ એન્ડ એ.વી.એમ. વિદ્યામંદિર શાળાના વિદ્યાર્થીઓએ...
28 Jun 2022 11:12 AM GMTઅંકલેશ્વર પોલીસ જગન્નાથ રથયાત્રાને લઈને સજ્જ, પોલીસ વડા ડો.લીના પાટીલ...
28 Jun 2022 11:05 AM GMT