Connect Gujarat
ગુજરાત

રાજકોટ પોલીસે ઝડપી પાડ્યો ૨૦કિલો ગાંજો, બે ની કરી ધરપકડ

રાજકોટ પોલીસે ઝડપી પાડ્યો ૨૦કિલો ગાંજો, બે ની કરી ધરપકડ
X

રાજકોટ શહેરમા ચાલતા નશાના કાળા કારોબારને ફરી એક વખત પોલીસે પકડી પાડ્યો છે. રાજકોટ પોલીસે ચાલુ વર્ષે ચોથી વખત નશાના કાળા કારોબરનો પર્દાફાશ કર્યો છે. રાજકોટ થોરાળા પોલીસે જંગલેશ્વર વિસ્તારમાંથી બે શખ્સો ને ૨૦ કિલો ગાંજા ના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે.. રાત્રી દરમીયાન પોલીસ વાહન ચેકીંગ કરી રહી હતી.

તેવામાં ઓટો રીક્ષામાં જઇ રહેલા ગની ઉર્ફે હનીફ લિંગડીયા અને અબ્દુલ સમારભાઈ જુણાચને રોકી તપાસ કરતા રિક્ષામાંથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જેને લઇ પોલીસે NDPS નો કેસ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ ની પ્રાથમિક પૂછપરછમાં આરોપી ગાંજા નો જથ્થો સુરત આસપાસ વિસ્તારમાંથી લાવ્યા હોવાની અને અહીંયા તેઓ છૂટક પડીકી બનાવી વેંચતા હોવાની કબૂલાત આપી હતી તો સાથે જ પકડાયેલ આરોપી પૈકી ગની ઉર્ફે હનીફ અગાઉ રાજકોટ, જામનગર અને ખંભાળિયા વિસ્તારમાં NDPS ના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલ હોવાનું સામે આવ્યું છે.અગાઉ પોલીસે જંગલેશ્વર વિસ્તારમાંથી ખૂબ મોટા પ્રમાણ માં માદક પદાર્થ જથ્થા સાથે આરોપીની ધરપકડ કરી છે અને આજે વધુ એક વખત ૨૦ કિલો માદક પદાર્થ સાથે ૨ આરોપી ઝડપાયા છે. ત્યારે સવાલ એ છે કે જંગલેશ્વર વિસ્તારમાં ચાલતા નશાના કલોબાર સામે સંપૂર્ણ પણે પોલીસ રોક લાવી શકશે કે કેમ..?

Next Story