Connect Gujarat
ગુજરાત

રાજકોટ : 9 વર્ષનો બાળક બન્યો 5 વખત જાતિય સતામણીનો ભોગ

રાજકોટ : 9 વર્ષનો બાળક બન્યો 5 વખત જાતિય સતામણીનો ભોગ
X

રાજકોટના હરિધવા રોડ પરના ભવનાથ પાર્કમાં રહેતા નરાધમે એક બાળકને રમવા બોલાવતા 9 વર્ષના માસૂમને રૂમમાં પૂરી વિકૃત કૃત્યો કર્યાનું બહાર આવતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.

35 દિવસમાં પાંચ વખત બાળક સાથે બીભત્સ ચેષ્ટા કરનારને ધોકાવવા ટોળું પહોંચ્યું હતું, પરંતુ તે નાસી ગયો હતો. ભવનાથ પાર્કમાં રહેતા 35વર્ષના યુવકે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ભવનાથ પાર્કમાં જ રહેતા ભરત વેલજી ખૂંટનું નામ આપ્યું હતું. યુવકે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને 9 વર્ષનો પુત્ર છે, જે ધોરણ-4માં અભ્યાસ કરે છે. સાંજના સમયે બાળક પાડોશમાં રહેતા ભરત ખૂંટના પુત્ર સાથે ઘર પાસે રમતો હોય છે. 35 દિવસ પૂર્વે બાળક ભરતના પુત્રને રમવા માટે તેના ઘરે બોલાવવા ગયો હતો, ત્યારે ભરત તેના મકાનના નીચેના રૂમમાં હતો.9 વર્ષના બાળકને જોઇને ભરત ખૂંટના માનસમાં વિકૃતિ છવાઇ હતી અને તેણે બાળકને રૂમમાં બોલાવી રૂમ અંદરથી બંધ કરી દઇ બીભત્સ હરકતો શરૂ કરી હતી. બાળકે પ્રતિકારની કોશિશ કરતાં નરાધમ ભરતે બાળકને ધમકાવ્યો હતો અને તેની માતા સાથે પણ વિકૃત કૃત્યો કરતો હોવાનું કહી બાળકને ડરાવ્યો હતો. બાળકના પિતા દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવતા તેની શોધખોળ કરતાં આરોપી પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો.

Next Story