રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર છેલ્લા કેટલાંય સમયથી નશાના કાળા કારોબારનુ હબ બની ચુક્યું છે. ત્યારે અવરાનવાર પોલીસ દ્વારા પણ રેડ કરી નશાના કાળા કારોબારનો પર્દાફાશ કરવામા આવે છે. ત્યારે રાજકોટ ગ્રામ્ય એસોજી દ્વારા શાપર વેરાવળમા રાજકુમાર નામના શખ્સના ઘરે દરોડો પાડવામા આવ્યો હતો. પોલીસ દ્વારા પાડવામા આવેલ દરોડા અંતર્ગત ૨ કિલો ૭૫૦ ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જેની બજાર કિંમત અંદાજીત ૧૯૨૫૦ રૂપિયા થાય છે.

પોલીસે જ્યારે રાજકુમાના ઘરે દરોડો પાડયો ત્યારે તેના ઘરના ફળીયામાં ઝાડની નીચે એક ખાડો ગાળવામા આવ્યો હતો. જે ખાડામા એક પતરાના ડબ્બામા કોઈને પણ જાણ ન થાય તે રીતે ગાંજો રાખવામા આવતો હતો.

ઉલ્લેખનીય છે કે રાજકુમાર છેલ્લા છ સાત વર્ષથી શાપર વેરાવળમા છુટક કામ કરી પોતાનુ ગુજરાન ચલાવે છે. ત્યારે પોલીસની પુછપરછમા તેણે આ ગાંજાનો જથ્થો સુરતના જીતુ નામના શખ્સ દ્વારા આપવામા આવ્યો હોવાનુ જણાવ્યુ છે. ત્યારે આજ રોજ રાજકુમારને કોર્ટમા રિમાન્ડ અર્થે રજુ કરવામા આવશે.

LEAVE A REPLY