રાજકોટ : ઈયર ફોન વડે મોબાઈલ ફોન પર વાત કરતાં એક શ્રમિકનું ટ્રેનની અડફેટે આવી જતાં મોત, અન્ય એક શ્રમિક સારવાર હેઠળ...

રાજકોટ જિલ્લાના જેતપુર પંથકમાં 2 પરપ્રાંતીય શ્રમિકો ટ્રેનની અડફેટે આવી જતાં એક શ્રમિકનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું,

New Update

રાજકોટ જિલ્લાના જેતપુર પંથકમાં 2 પરપ્રાંતીય શ્રમિકો ટ્રેનની અડફેટે આવી જતાં એક શ્રમિકનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું, જ્યારે અન્ય એક શ્રમિકને ગંભીર ઇજાના પગલે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

Advertisment

મળતી માહિતી અનુસાર, રાજકોટના જેતપુર પંથકમાં રેલ્વે ટ્રેક ઉપર એક પરપ્રાંતીય શ્રમિક ઈયર ફોન વડે મોબાઈલ ફોનથી વાત કરતો હતો, ત્યારે રેલ્વે ટ્રેક ઉપર આવતી ટ્રેનને જોઈ મોબાઇલ પર વાતચીત કરતા શ્રમિકને અન્ય એક શ્રમિકે બચાવવા જતાં બન્ને નીચે પટકાયા હતા. આ ઘટનામાં ટ્રેનની અડફેટે આવી જતાં એક શ્રમિકનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું, જ્યારે અન્ય એક શ્રમિકને ગંભીર ઇજાના પગલે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બનાવના પગલે ઘટના સ્થળે લોકોના ટોળાં ભેગા થયા હતા. આ સાથે જ રેલ્વે પોલીસે અકસ્માતે એક શ્રમિકનું મોત નોંધી અન્ય એક શ્રમિક સારવાર હેઠળ હોવાનું નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisment