Connect Gujarat
ગુજરાત

સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણનો ધમધમાટ શરૂ …!

સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણનો ધમધમાટ શરૂ …!
X

આજે CM સહિત અનેક નેતાઓએ કર્યું સ્ટેચ્યૂ ઓફ યુનિટીના કામનું નિરીક્ષણ

સરદાર સરોવર નર્મદા ડેમથી ત્રણ કિલોમીટર દૂર સાધુ બેટ પર બની રહેવા વિશ્વના સૌથી ઉંચા સ્ટેચ્યુ ઓફ યુનિટીની કામગીરી હાલ પુરજોશમાં ચાલી રહી છે. આ કામગીરીની સમીક્ષા કરવા આજે એટલે કે ૨૫મી ઓગસ્ટે રાજ્યના સીએમ વિજય રૂપાણી અને ડેપ્યૂટી સીએમ નીતિન પટેલ કેવડિયા કોલોની પહોંચી ગયા છે.

[gallery td_gallery_title_input="સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણનો ધમધમાટ શરૂ " td_select_gallery_slide="slide" size="large" ids="62431,62432,62433,62434,62435"]

રાજ્યના મુખ્ય મંત્રી સવારે દસ કલાકે હેલિકોપ્ટરથી નવાગામ ખાતેના હેલી પેડ પર આગમન કર્યું હતું. જ્યાં તેઓ એક કલાક રોકાશે, જેમાં સ્ટેચ્યુ અને નર્મદા બંધ બંને જગ્યાએ મુલાકાત લેશે, મુખ્ય મંત્રીના આગમન ને લઈને નર્મદા પોલીસે કડક સુરક્ષા બંધોબસ્ત ગોઠવી દીધો છે.

આગામી ૩૧મી ઓક્ટોબરના રોજ સરદાર પટેલની જન્મ જયંતિએ વડાપ્રધાનની ઉપસ્થિતિમાં તેનું લોકાર્પણ કરવાનો ધમધમાટ ચાલી રહ્યો છે. આગામી ૩૧મી ઓકટોબર પહેલા કામગીરી પૂર્ણ કરવાની હોવાથી હાલ એલ.એન.ટી કંપની એ તમામ અધિકારીઓ અને કર્મચારીઓ ને કોઈ રજાઓ પણ રદ કરી દીધી છે. અને સતત ચોવીસ કલાક સુધી કામ ચાલી રહ્યુ છે.

તમને જણાવી દઈએ કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીના કામની પ્રગતિ અંગે અધિકારીઓ સાથે આજે સમીક્ષા કરવામાં આવી રહી છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં હાલ સ્ટીલ અને કોંક્રીટનું કામ પૂર્ણ થઈ ગયું છે. સરદાર પટેલની સૌથી ઉંચી પ્રતિમા ૧૮૨ મીટર ઉંચી બનાવવામાં આવી છે.

અગાઉ પણ એક વખત સ્ટેચ્યુની કામગીરીનું નિરીક્ષણ કરી ગયા બાદ બીજીવાર મુખ્ય મંત્રી વિજય રૂપાણી કામગીરીની સમીક્ષા કરવા આવી રહ્યા છે.

મળતી માહિતી અનુસાર, વિશ્વનું સૌથી ઉંચુ સ્ટેચ્યુ જયારે લોકાર્પણ થવા જઈ રહ્યું છે ત્યારે દેશના વડા પ્રધાન ઉપરાંત અન્ય ચાર દેશોના રાષ્ટ્ર પ્રમુખ, અગીયાર રાજ્યોના મુખ્ય મંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ હાજર રહેશે. આ તબક્કે સુરક્ષાથી લઇને તમામ પ્રકારના આયોજન અંગે ચર્ચા કરવા આજે એક બેઠક રાખવામાં આવી છે. જેમાં સ્થાનીક અધિકારીઓ અને સુરક્ષા અધિકારીઓ, નર્મદા નિગમના અધિકારીઓ સાથે પણ બેઠક કરશે, ભાજપાના રાજકીય આગેવાનો પણ હાજર રહેશે.

Next Story