હાલ દેશભરમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ચાલી રહ્યો છે. ભક્તો જાત જાતની મીઠાયો અને ગણેશજી ભોગ ધરાવે છે. ત્યારે રોજ ગણેશજીને ભોગમાં શું ધરાવવું તે પાન વિચારીએ છીએ તો આજે તમે ઘરે જ લાડુ બનાવીને ગણેશજીને ધરાવી શકીએ. તો ઘરે જ બનાવો આ ખાસ ભોગ.
બુંદીના લાડુ સામગ્રી:-
-500 ગ્રામ ચણાનો લોટ
-1 કિલો ખાંડ
-2 ચમચી ઈલાયચીનો ભૂકો
-100 ગ્રામ સુકોમેવો
બુંદીના લાડુ બનાવવાની રીત :-
સૌપ્રથમ કાથરોટ અથવા મોત બાઉલમાં ચણાના લોટ નાખીને તેમા એક ચમચો ઘીનું મોણ નાખીને તેનું બુંદી બને તેવું પાણી ઉમેરી ખીરું બનાવો. 3 થી 4 કલાક રાખી મૂકો. ખાંડની ચાસણી બનાવી તેમાં કેસર નાખીને થોડી વાર મૂકી રાખો. હવે એક કઢાઈમાં ઘી ગરમ કરવા મુકો. અને એક ઝારો લઈ તેમાં ધીરે ધીરે ખીરું નાખીને બુંદી પાડો.
બુંદી તળાઈને ઉપર આવે કે તેને સારી રીતે ઘી નીતારીને કાઢી લો. આ રીતે બધી બુંદી પાડી લો. હવે આ બુંદીને ચાસણીમાં નાખો. થોડો સમય રાખી મુકો. બુંદીમાં ચાસણી સારી રીતે મિક્સ થયા પછી તેમાં સુકામેવાના ટુકડા નાખીને મિક્સ કરો. હવે આ મિશ્રણના નાનાં-નાનાં લાડું બનાવી લેવા. તો ગણેશજીને ધરાવો સાંજે આ જ બુંદીના લાડુનો ભોગ.