Connect Gujarat
વાનગીઓ 

શું તમે પણ નવરાત્રીમાં ઉપવાસ કરો છો? તો આજે કઈક નવું ટ્રાય કરો, બનાવો મોરૈયાની કટલેટ, જાણો રેસેપી....

શારદીય નવરાત્રીનો આજે સાતમો દિવસ છે. આ પર્વમાં માતાજીની આરાધના અને ઉપાસના કરવામાં આવે છે.

શું તમે પણ નવરાત્રીમાં ઉપવાસ કરો છો? તો આજે કઈક નવું ટ્રાય કરો, બનાવો મોરૈયાની કટલેટ, જાણો રેસેપી....
X

શારદીય નવરાત્રીનો આજે સાતમો દિવસ છે. આ પર્વમાં માતાજીની આરાધના અને ઉપાસના કરવામાં આવે છે. આ નવરાત્રીના 9 દિવસ ભક્તો માતાજીનાં ઉપવાસ પણ કરે છે. આ દરમિયાન ઘણા લોકો ફળ અને પૌસ્તિક વસ્તુઓનું સેવન કરે છે. મોરૈયા એટલે કે સામો પણ વ્રતમાં ખાવામાં આવતો એક હેલ્ધી ખાધ પદાર્થ છે. તો આજે અમે તમને આજે મોરૈયામાંથી બનતી કટલેટ વિષે જણાવીશું, જે સ્વાદની સાથે હેલ્ધ માટે પણ ખૂબ જ ગુણકારી છે.

મોરૈયાની કટલેટ બનાવવાની સામગ્રી

· 1 કપ રાંધેલો મોરૈયો

· 1 કપ બાફેલા બટાકા

· 1 છીણેલું ગાજર

· 1 ચમચી જીરું

· 2 બારીક સમારેલા લીલા મરચાં

· 1 ચમચી કાળા મરીનો પાવડર

· 1 ચમચી આમચૂર પાવડર

· સ્વાદ મુજબ સિંધવ મીઠું

· જીણી સમારેલી કોથમીર

· શેકવા માટે તેલ

મોરૈયાની કટલેટ બનાવવાની રીત

· ઉપવાસમાં ખવાય તેવી મોરૈયાની કટલેટ બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણમાં મોરૈયાને રાંધી લો.

· હવે તેમાં બાફેલા બટાકા નાખીને બરાબર મેષ કરી લો. હવે તેમાં ગાજર, લીલા મરચાં, કાળામરીનો પાવડર, આમચૂર પાવડર, મીઠું, કોથમીર, અને જીરું ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

· હવે આ મિશ્રણમાંથી નાના નાના બોલ બનાવો અને તેને કટલેટ જેવો આકાર આપો.

· હવે ગેસ ચાલુ કરો અને એક પેન ગરમ કરવા મૂકો, તેમાં થોડું તેલ નાખો.

· હવે તવા પર સેક સમયે 3 થી 4 કટલેટ મૂકો અને તેને ફ્રાઈ કરો.

· તે બંને બાજુ ગોલ્ડન બ્રાઉન કલરની ના થઈ જાય ત્યાં સુધી તેને શેકી લો.

· ત્યાર બાદ તેને થાળીમાં કાઢીને કોઈ પણ ઉપવાસ દરમિયાન ખવાતી ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરો.

Next Story