Top
Connect Gujarat

RTE હેઠળ પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓના ડોકયુમેન્ટના ક્રોસ વેરીફીકેશન શરૂ

RTE હેઠળ પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓના ડોકયુમેન્ટના ક્રોસ વેરીફીકેશન શરૂ
X

ખોટા ડોકયુમેન્ટ આપનાર વાલી સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરાશે

ગરીબ વિદ્યાર્થીઓને પણ સારી ખાનગી શાળાઓમાં પ્રવેશ મળે તે મટો આર.ટી.ઈ. યોજના અમલમાં આવ્યા બાદ ઘણા વાલીઓ ખોટા દસ્તાવેજા ઉભા કરી પ્રવેશ મેળવતા સરકારે ડોકયુમેન્ટના ક્રોસ વેરીફીકેશન શરૂ કરાવ્યા છે. ખોટા ડોકયુમેન્ટ આપનાર વાલીઓ સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરાશે.

ભરૂચ જિલ્લામાં આર.ટી.ઈ. હેઠળ પ્રવેશ મેળવવાની પ્રક્રિયા વિવાદની એરણે ચઢી હતી. ક્વીન ઓફ એન્જલ સહિત કેટલીક શાળાઓએ પ્રવેશ આપવાની ના પાડતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ લાલ આંખ કરવી પડી હતી. તો કેટલીક સ્કૂલોએ આર.ટી.ઈ. હેઠળ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ પાસેથી વધારાની ફી વસુલવાનો વિવાદ પણ સપાટ પર આવ્યો હતો.

વિવાદોની વચ્ચે આર.ટી.ઈ. હેઠળ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થતા શિક્ષણ વિભાગે વાલીઓએ રજુ કરેલ ડોકયુમેન્ટની ખરાઈ કરવાની કવાયત શરૂ કરી છે.

ભરૂચ જિલ્લામાં આ વર્ષે ૨૨૬૨ જેટલા આર.ટી.ઈ. હેઠળ રજીસ્ટ્રેશન થયા હતા. જેમાંથી ૨૦૪૬ જેટલા વિદ્યાર્થીને પ્રવેશ અપાયા છે. પ૩ જેટલા પ્રવેશપત્ર રદ થયા છે. જ્યારે ૧૬૩ જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ માટેના પત્રો અપાયા હોવા છતાં કોઈ કારણસર તેમણે પ્રવેશ મેળવ્યા નથી.

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કે.પી. પટેલના કહેવા મુજબ એક જ સ્કૂલ પસંદ કરી હોય તેવા વાલી, આવકના દાખલામાં વિષમતા હોય ભાડાના મકાનમાં રહેનાર વાલીના ભાડા કરાર અને આવકના દાખલામાં રકમની સમાનતા હોય, ખોટા સરનામા પૂરા પાડવામાં આવ્યા હોય અને આર.ટી.ઈ. હેઠળની પ્રવેશ જાહેરાત પહેલા જે વલીએ તેમના સંતાનને પહેલા ધોરણમાં પ્રવેશ આપ્યોહોય અને પાછળથી આર.ટી.ઈ. હેઠળ ફોર્મ ભર્યું હોય તેવા પ્રવેશોને રદ કરવામાં આવ્યા છે.

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના કહેવા મુજબ જે વિદ્યાર્થીઓના પ્રવેશ થઈ ગયા છે તેમના વાલીઓએ સાચા ડોકયુમેન્ટ પુરા પાડયા છે કે નહીં તેની ચકાસણી હાથ ધરાઈ છે. જેમાં શિક્ષણ વિભાગમાંથી કર્મચારી પ્રવેશ મેળવનારના ઘરની મુલાકાત લઈ ડોકયુમેન્ટના ક્રોસ વેરીફીકેશન કરશે. જેમાં ખોટા દસ્તાવેજી પુરાવા બહાર આવશે તેવા વિદ્યાર્થીના પ્રવેશ રદ કરવા ઉપરાંત વાલી સામે ફોજદારી કાર્યવાહી પણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

  • ગતવર્ષે ૨૦૪૬ ફોર્મ ભરાયા હતા

ગતવર્ષે ભરૂચ જિલ્લામાં આર.ટી.ઈ. હેઠળ ૨૦૪૬ જેટલા ફોર્મ ભરાયા હતા. જેમાં ૧૯પ૮ જેટલા પ્રવેશ થયા હતા, જ્યારે ૮૮ જેટલા વાલીઓએ તેમના સંતાનના કોઈ કારણસર પ્રવેશ મેળવ્યા ન હતા.

Next Story
Share it