ટ્વિટર પર બે ક્રિકેટરો વચ્ચે હાઇવૉલ્ટેજ મેચ, ઈરફાન પઠાણના ટ્વિટ પર અમિત મિશ્રાએ આપ્યો આવો જવાબ
ઈરફાનનાં ટ્વીટની જ શરૂઆતની લાઈન લઈને મિશ્રાએ પોતાનું ટ્વિટ પૂરું કર્યું,

ભારતની સુંદરતાને લઈને ભારતનાં પૂર્વ ક્રિકેટ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણના ટ્વીટ પર વિવાદ પહેલા જ ચર્ચામાં હતો કે હવે લોકો સ્પિનર અમિત મિશ્રાનાં ટ્વીટને પણ તેની સાથે જોડવા લાગ્યા છે. ઈરફાને ટ્વીટ કર્યું અને પોતાની વાતને અધૂરી છોડી દીધી હતી. પરંતુ......સાથે પુરા કરેલા આ ટ્વીટને લઈને સોશિયલ મીડિયા પર બબાલ મચી ગઈ છે. ઈરફાનનાં ટ્વીટની જ શરૂઆતની લાઈન લઈને મિશ્રાએ પોતાનું ટ્વિટ પૂરું કર્યું, જેને ઈરફાનને જવાબનાં રૂપમાં જોવામાં આવે છે.
જોકે ન તો પઠાણે કે ન તો મિશ્રાએ કોઈનું નામ લીધું છે. ઈરફાને ટ્વીટ કર્યું હતું કે મારો દેશ, મારો સુંદર દેશ, જેની પાસે દુનિયાનો મહાનતમ દેશ બનવાની સંભાવના છે. પણ..... ત્યાર બાદ ઘણા લોકો ઈરફાન પઠાણને ટ્રોલ કરવા લાગ્યા હતા. પઠાણે શુક્રવારે સવારે 5.22 મિનિટે આ ટ્વીટ કર્યું છે અને મિશ્રાએ બપોરે 12 કલાક અને 38 મિનિટ પર આ ટ્વીટ કર્યું. મિશ્રાએ ન તો પઠાણને ટેગ કર્યા કે ન તો તેમના ટ્વીટને રીટ્વીટ કર્યું છે. પરંતુ તેના ટ્વીટને ઈરફાનની વાતનો જવાબ માનવામાં આવે છે.
સોશિયલ મીડિયા પર આવું બનવાનું એ પણ કારણ છે કે આ ટ્વીટમાં શરૂઆતની લાઈનો પઠાણનાં ટ્વીટમાંથી લેવામાં આવી હતી. મિશ્રાએ ટ્વીટ કર્યું હતું કે મારો દેશ, મારો સુંદર દેશ, જેની પાસે દુનિયાનોસૌથી સુંદર દેહ બનવાનું સામર્થ્ય છે...જો અમુક લોકો એ સમજી જાય કે આપણું સંવિધાન જ એ પહેલું પુસ્તક છે, જેનો અમલ કરવો જોઈએ.