Connect Gujarat
સ્પોર્ટ્સ

પાકિસ્તાનની હાર નક્કી : ઈજાના કારણે શાહીન આફ્રિદી એશિયા કપ-2022માંથી બહાર થવાથી ભારતની લોટરી લાગી...

શાહીન આફ્રિદી ઈજાના કારણે એશિયા કપ-2022માંથી બહાર થઈ ગયો છે,

પાકિસ્તાનની હાર નક્કી : ઈજાના કારણે શાહીન આફ્રિદી એશિયા કપ-2022માંથી બહાર થવાથી ભારતની લોટરી લાગી...
X

પાકિસ્તાન ક્રિકેટ ટીમનો મુખ્ય ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી ઈજાના કારણે એશિયા કપ-2022માંથી બહાર થઈ ગયો છે. ભારત માટે આ સારા સમાચાર છે, અને ટીમ ઈન્ડિયાએ પણ તેનો લાભ લેવો જોઈએ. એશિયા કપ-2022માં જો સૌથી મોટું આકર્ષણ હોય, તો તે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચ છે. આ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમ 28 ઓગસ્ટે પાકિસ્તાન સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે, જેના પર સમગ્ર વિશ્વની નજર ટકેલી છે.

તેમાં કોઈ શંકા નથી કે, બાબર આઝમની કપ્તાનીમાં પાકિસ્તાનનું પ્રદર્શન T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પણ ઘણું સારું કરી રહ્યું છે. પરંતુ આપણે એ ન ભૂલવું જોઈએ કે, આમાં પાકિસ્તાની બોલર શાહીન આફ્રિદીની પણ મોટી ભૂમિકા રહી છે. શાહીન આફ્રિદી હાલમાં પાકિસ્તાની ફાસ્ટ બોલિંગનો લીડર છે, અને તે કોઈપણ પીચ પર કોઈપણ બેટિંગ હુમલાને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે. શાહીન આફ્રિદી ઈજાના કારણે એશિયા કપ-2022માંથી બહાર થઈ ગયો છે,

અને પાકિસ્તાન માટે આ એક મોટો ફટકો છે, જેની ભરપાઈ કરવી મુશ્કેલ છે. કારણ કે, પાકિસ્તાન પાસે શાહીનના સ્તરનો કોઈ બોલર નથી. હવે, જ્યારે શાહીનનું એશિયા કપમાંથી બહાર થવું એ પાકિસ્તાન માટે ખરાબ સમાચાર છે, તે ભારતના દૃષ્ટિકોણથી ખૂબ સારા સમાચાર છે. શાહીન આફ્રિદીની ગેરહાજરીને કારણે પાકિસ્તાનનું ઝડપી બોલિંગ આક્રમણ અગાઉ જેટલું મજબૂત જોવા નહીં મળે, ત્યારે હવે ભારતના બેટ્સમેનોએ તેનો ફાયદો ઉઠાવવો જોઈએ.

Next Story