IND vs ENG : ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે આજે એજબેસ્ટનમાં ટક્કર, શું ટીમ ઈન્ડિયા લેશે 8 વર્ષ જૂનો બદલો.?

ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે આજે સીરિઝની બીજી T20 મેચ રમાશે. આ મેચ એજબેસ્ટન, બર્મિંગહામ ખાતે રમાશે.

New Update

ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે આજે સીરિઝની બીજી T20 મેચ રમાશે. આ મેચ એજબેસ્ટન, બર્મિંગહામ ખાતે રમાશે.ભારતીય ટીમ યજમાન ઈંગ્લેન્ડ સામેની ત્રણ મેચની T20I શ્રેણીમાં 1-0થી આગળ છે. આવી સ્થિતિમાં આજની મેચ ઘણી મહત્વની બની રહી છે. એજબેસ્ટનમાં ટીમ ઈન્ડિયાનું નસીબ હંમેશા ખરાબ રહ્યું છે. ટીમ ઈન્ડિયા આ મેદાન પર અત્યાર સુધી એક પણ ટેસ્ટ કે ટી20 મેચ જીતી શકી નથી. જો કે ભારતીય ટીમ ODI મેચમાં થોડી નસીબદાર હતી અને તેણે અહીં કેટલીક ODI ચોક્કસપણે જીતી છે.

Advertisment

ભારતીય ટીમ આ મેદાન પર 8 વર્ષ પહેલા મેચ રમી હતી. 7 સપ્ટેમ્બર 2014ના રોજ રમાયેલી ટી-20 મેચમાં ઈંગ્લેન્ડે ભારતીય ટીમને 3 રનના માર્જિનથી હરાવ્યું હતું. તે હાઈ સ્કોરિંગ મેચ હતી જેમાં ટીમ ઈન્ડિયા માટે વિરાટ કોહલીએ 41 બોલમાં 66 રન બનાવ્યા હતા. પરંતુ તે મેચમાં ઈંગ્લિશ કેપ્ટન મોર્ગનને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો જેણે 31 બોલમાં 71 રન બનાવ્યા હતા. આ પહેલા તે મેચમાં ઈંગ્લેન્ડે 7 વિકેટે 180 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ 5 વિકેટે 177 રન જ બનાવી શકી હતી.

Advertisment