Connect Gujarat
સ્પોર્ટ્સ

Ind vs SL 1st ટેસ્ટ : સર રવિન્દ્ર જાડેજાની ધમાકેદાર બેટિંગ, કપિલ દેવનો 35 વર્ષ જૂના રેકોર્ડ તોડ્યો

રવિન્દ્ર જાડેજાએ શ્રીલંકા સામે મોહાલી ટેસ્ટના બીજા દિવસે કારકિર્દીની સર્વશ્રેષ્ઠ અણનમ 175 રન બનાવીને ઈતિહાસ રચ્યો હતો.

Ind vs SL 1st ટેસ્ટ : સર રવિન્દ્ર જાડેજાની ધમાકેદાર બેટિંગ, કપિલ દેવનો 35 વર્ષ જૂના રેકોર્ડ તોડ્યો
X

રવિન્દ્ર જાડેજાએ શ્રીલંકા સામે મોહાલી ટેસ્ટના બીજા દિવસે કારકિર્દીની સર્વશ્રેષ્ઠ અણનમ 175 રન બનાવીને ઈતિહાસ રચ્યો હતો. જાડેજા હવે ટેસ્ટ ક્રિકેટમાં સાત કે નીચેના નંબર પર બેટિંગ કરીને સૌથી વધુ સ્કોર કરનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે. જાડેજાએ આ મામલે કપિલ દેવનો 35 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. કપિલ દેવે ડિસેમ્બર 1986માં કાનપુરમાં શ્રીલંકા સામે સાતમા ક્રમે 163 રન બનાવ્યા હતા. જાડેજા ત્રીજા ભારતીય છે જેણે ટેસ્ટ ક્રિકેટમાં સાતમા કે નીચેના નંબર પર બેટિંગ કરીને 150થી વધુ રન બનાવ્યા છે. જાડેજા અને કપિલ સિવાય રિષભ પંતે આ સ્થાન હાંસલ કર્યું છે.

Ind vs SL 1st Test: Sir Ravindra Jadeja's explosive batting breaks Kapil Dev's 35 year old recordજાડેજાએ પોતાની શાનદાર ઇનિંગ દરમિયાન ત્રણસોની ભાગીદારી કરી હતી. પહેલા પંત સાથે, પછી અશ્વિન અને છેલ્લે મોહમ્મદ શમી સાથે. જાડેજાની આ ઇનિંગને કારણે ભારતે 8 વિકેટે 574 રનના કુલ સ્કોર પર ઇનિંગ્સ ડિકલેર કરી હતી. ઇનિંગ્સ જાહેર કરવામાં આવી ત્યારે જાડેજા 175 અને શમી 20 રને અણનમ હતા. જાડેજાએ પોતાની શાનદાર ઇનિંગમાં ત્રણ સિક્સર અને 17 ફોર ફટકારી હતી. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 76.75 હતો.

Next Story