મહેન્દ્ર સિંહ ધોની 40 વર્ષની ઉંમરે પણ ક્રિકેટમાં ધૂમ મચાવી રહ્યો છે. તેણે ફરી એકવાર સાબિત કર્યું છે કે ઉંમર માત્ર એક નંબર છે. ફરીથી સુકાનીપદ સંભાળીને તેણે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમને જીતના પાટા પર લાવી દીધી છે. ધોનીએ દિલ્હી કેપિટલ્સ સામે પણ બેટથી ધમાલ મચાવી છે. જો કે આ મેચનો એક ફોટો પણ વાયરલ થયો છે જેમાં ધોની પોતાનું બેટ ખાતો જોવા મળી રહ્યો છે. આ પહેલીવાર નથી જ્યારે ધોની મોં પર બેટ પકડેલો જોવા મળ્યો હોય. આ પહેલા પણ તે ઘણી વખત બેટ ખાતા જોવા મળ્યો છે. ધોની આવું કેમ કરે છે તેનો ખુલાસો ટીમ ઈન્ડિયામાં તેના સાથી ખેલાડી અમિત મિશ્રાએ કર્યો છે.
લેગ સ્પિનર અમિત મિશ્રાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતા આ વાતનો ખુલાસો કર્યો છે. અમિતે પોતાની પોસ્ટમાં લખ્યું, 'જો તમે વિચારી રહ્યા છો કે ધોની તેનું બેટ કેમ ખાઈ રહ્યો છે તો અમે તમને જણાવી દઈએ કે તે તેના બેટમાંથી ટેપ કાઢી રહ્યો છે. તેને પોતાનું બેટ સાફ રાખવું ગમે છે. તમે ધોનીના બેટ પર એક પણ દોરો કે ટેપ જોડાયેલ કે બહાર કાઢેલ જોશો નહીં.