પ્રેક્ટિસ મેચમાં શમીની ઝડપ, જાડેજાની સ્પિનએ અંગ્રેજોને ફેરવી નાખ્યા.

ભારતીય ટીમનો ઈંગ્લેન્ડ પ્રવાસ શરૂ થઈ ગયો છે અને 1 જુલાઈથી ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ રમવાની છે.

New Update

ભારતીય ટીમનો ઈંગ્લેન્ડ પ્રવાસ શરૂ થઈ ગયો છે અને 1 જુલાઈથી ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ રમવાની છે. અત્યારે ટીમ ઈન્ડિયા લેસ્ટરશાયર સામે પ્રેક્ટિસ મેચ રમી રહી છે. ટીમ ઈન્ડિયાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન અહીં જોવા મળી રહ્યું છે. ખાસ કરીને ટીમ ઈન્ડિયાના બોલરોએ તબાહી મચાવી દીધી છે.

Advertisment

ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાની પેસ બેટરીની સાથે સ્પિનરો પણ પોતાની આગ લગાવી રહ્યા છે. ટીમ ઈન્ડિયાના બોલરોએ લેસ્ટરશાયરને 244 રનમાં ઓલઆઉટ કરી દીધું. ભારત તરફથી મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર અને રવીન્દ્ર જાડેજાએ વિકેટ લીધી હતી. મોહમ્મદ શમીએ અહીં ત્રણ વિકેટ ઝડપી. તેની શાર્પ બોલિંગ સામે વિરોધીઓ પાણી માગતા જોવા મળ્યા. ખાસ વાત એ છે કે મોહમ્મદ શમીએ લેસ્ટરશાયર તરફથી રમતા ચેતેશ્વર પૂજારાની વિકેટ પણ લીધી હતી. મોહમ્મદ શમી સિવાય રવિન્દ્ર જાડેજાએ અહીં ત્રણ વિકેટ ઝડપી હતી. જેમાં રિષભ પંત (76 રન)ની વિકેટ પણ સામેલ છે. રવીન્દ્ર જાડેજા ઈજા બાદ ટીમ ઈન્ડિયામાં વાપસી કરી રહ્યો છે. તે ઈજાના કારણે આઈપીએલમાંથી બહાર થઈ ગયો હતો.

Advertisment