Connect Gujarat
સ્પોર્ટ્સ

ટીમ ઈન્ડિયાએ વિરાટ કોહલીને આપ્યું ગાર્ડ ઓફ ઓનર

મોહાલીમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી માટે ખાસ છે. વિરાટના કરિયરની આ 100મી ટેસ્ટ મેચ છે

ટીમ ઈન્ડિયાએ વિરાટ કોહલીને આપ્યું ગાર્ડ ઓફ ઓનર
X

મોહાલીમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી માટે ખાસ છે. વિરાટના કરિયરની આ 100મી ટેસ્ટ મેચ છે અને તેને ખાસ બનાવવા માટે ટીમ ઈન્ડિયાએ એક ખાસ પદ્ધતિ અપનાવી હતી. જ્યારે ભારતીય ટીમ પોતાની ઇનિંગ પૂરી થયા બાદ મેદાનમાં ઉતરી ત્યારે કિંગ કોહલીને ટીમના ખેલાડીઓએ ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું. ભારતીય ટીમે મોહાલી ટેસ્ટમાં તેનો પ્રથમ દાવ 574ના સ્કોર પર ડિકલેર કર્યો હતો. આના થોડા સમય બાદ ટીમ ઈન્ડિયાએ ફિલ્ડિંગ શરૂ કરી દીધી હતી. જ્યારે ટીમ ઈન્ડિયા મેદાનમાં એન્ટ્રી લઈ રહી હતી ત્યારે તમામ ખેલાડીઓ સામ સામે ઉભા થઈ ગયા હતા અને વિરાટ કોહલીને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું.

વિરાટ કોહલીએ પણ મસ્તી સાથે તેમાં એન્ટ્રી લીધી અને બધાનો આભાર માન્યો. ત્યારબાદ વિરાટ કોહલીએ કેપ્ટન રોહિત શર્માને ગળે લગાવીને થેંક્યુ કહ્યું. જ્યારે વિરાટ કોહલીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું ત્યારે મેદાનનું વાતાવરણ ઉત્સાહથી ભરેલું બની ગયું હતું.

Next Story