Connect Gujarat
સ્પોર્ટ્સ

ટોક્યો ઓલિમ્પિક્સ: બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ બીજી મેચ જીતી

મહિલા હોકી ટીમની સતત ત્રીજી મેચમાં હાર.

ટોક્યો ઓલિમ્પિક્સ: બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ બીજી મેચ જીતી
X

ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતીય બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ ગ્રુપ સ્ટેજની પોતાની બીજી મેચ પણ જીતી લીધી છે. ગ્રુપ જેના મુકલબામાં તેણે હોંગકોંગની એનાગાન યી ચેયુંગને 35 મિનિટમાં 21-9, 21-16 થી હરાવી છે. સિંધુએ પહેલી મેચ પણ જીતી હતી.

આ રીતે સિંધુ નોકઆઉટ રાઉન્ડમાં પહોંચી ગઈ છે. હવે પૂર્વ ક્વાર્ટર ફાઇનલમાં સિંધુનો સામનો ડેનમાર્કની મિયા બ્લિચફેલ્ટ સામે થશે. વર્લ્ડ નંબર 7 ની ખેલાડી પીવી સિંધુ પૂર્વ ક્વાર્ટર ફાઇનલમાં ડેનમાર્કની મિયા બ્લિચફેલ્ટ સામે ટકરાશે. સિંધુનો બ્લિચફેલ્ટ સામે એકંદરે ઓવરઓલ સારો રેકોર્ડ છે. બંને ખેલાડીઓ વચ્ચે અત્યાર સુધી 5 મેચ થઈ છે. તેમાંથી સિંધુ 4 જીતી ગઈ છે. જો કે, વર્લ્ડ રેન્કિંગમાં 12 મા ક્રમે રહેલ ડેનિશ ખેલાડી હાલમાં તેણે તેની રમતમાં ઘણો સુધારો કર્યો છે.

ભારતીય તીરંદાજ તરુણદીપ રાય મેન્સ સિંગલ્સમાં મેડલની રેસમાંથી બહાર થઈ ગયો છે. તેને 16 એલિમિનેશન મેચના રાઉન્ડમાં ઇઝરાયેલના ઇટે શૈનીએ શૂટ-ઓફમાં હાર આપી હતી. ત્રણ સેટ બાદ બંને તીરંદાજ 5-5 પોઇન્ટ પર બરાબર પર હતા. શૂટઓફમાં રાયે 9 અને શૈનીએ 10 પોઇન્ટ બનાવ્યા હતા. રોયે આ પહેલાં રાઉન્ડ ઓફ 32 એલિમિનેશનના રાઉન્ડમાં યુક્રેનના ઓલેક્સિલ હનબીનને 6-4થી હરાવ્યો હતો. ભારતની મહિલા હોકી ટીમ તેની સતત ત્રીજી મેચ હારી ગઈ છે.

બુધવારે રમાયેલી મેચમાં બ્રિટને ભારતીય ટીમને 4-1થી હરાવી હતી. બ્રિટન માટે હન્નાહ માર્ટિને વધુ બે અને લીલી ઓસ્લી અને ગ્રેસ બાલ્સડને 1-1 ગોળ કર્યો હતો. ભારત તરફથી એકમાત્ર ગોલ શર્મિલા દેવીએ કર્યો. અગાઉ ભારતીય મહિલા ટીમ નેધરલેન્ડ સામે 1-5થી અને જર્મની સામે 0-2થી હારી ગઈ હતી. ભારતીય ટીમની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવાની હજુ આશા છે. ભારતે હજી આયર્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા સામે રમવાનું બાકી છે.

Next Story