Connect Gujarat
સ્પોર્ટ્સ

ભજન-કિર્તનમાં પહોંચ્યો વિરાટ કોહલી, પત્ની અનુષ્કા સાથેની તસવીરો સામે આવી

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ખૂબ જ ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે. છેલ્લા અઢી વર્ષથી તે સદી ફટકારી શક્યો નથી.

ભજન-કિર્તનમાં પહોંચ્યો વિરાટ કોહલી, પત્ની અનુષ્કા સાથેની તસવીરો સામે આવી
X

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ખૂબ જ ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે. છેલ્લા અઢી વર્ષથી તે સદી ફટકારી શક્યો નથી. કોહલીનો આ ખરાબ સમય ઈંગ્લેન્ડમાં પણ તેનો પીછો છોડતો નથી. આ જ કારણ છે કે હવે કોહલી ભગવાનની શરણમાં પહોંચી ગયો છે.

વાસ્તવમાં વિરાટ કોહલી હાલ ઈંગ્લેન્ડના પ્રવાસે છે. અહીં તેની સાથે પત્ની અનુષ્કા શર્મા પણ છે. બંને લંડનમાં ભજન-કિર્તનના કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા. આ ઈવેન્ટમાં પહોંચેલા કોહલી અને અનુષ્કાની તસવીરો પણ સામે આવી છે. આ ભજન-કીર્તનનું આયોજન અમેરિકાના પ્રખ્યાત ગાયક કૃષ્ણ દાસ દ્વારા કરવામાં આવ્યું હતું. તેઓ ભક્તિ ગીતો માટે જાણીતા છે. કોહલી અને અનુષ્કા પણ તેમના કીર્તનમાં હાજરી આપવા આવ્યા હતા. કૃષ્ણ દાસના શિષ્યોમાંથી એક હનુમાન દાસે એક ફોટો શેર કર્યો છે જેમાં તે કોહલી અને અનુષ્કા સાથે જોવા મળી રહ્યો છે.

Next Story