ભારતના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ મોહાલી ટેસ્ટમાં પ્રવેશતાની સાથે જ ઈતિહાસ રચી દીધો છે. વિરાટ કોહલી તેની 100મી ટેસ્ટ રમી રહ્યો છે. મેચની શરૂઆત પહેલા ટીમ ઈન્ડિયાએ વિરાટ કોહલીનું સન્માન કર્યું, કોચ રાહુલ દ્રવિડે વિરાટને ખાસ કેપ આપી. આ દરમિયાન વિરાટ કોહલી ભાવુક થઈ ગયો હતો અને જૂની કિસ્સો શેર કરતો જોવા મળ્યો હતો.
રાહુલ દ્રવિડ પાસેથી 100મી ટેસ્ટની કેપ મેળવીને વિરાટ કોહલી થયો ભાવુકજ્યારે કોચ રાહુલ દ્રવિડે વિરાટ કોહલીને સ્પેશિયલ કેપ સોંપી ત્યારે વિરાટે કહ્યું કે મારા માટે ગર્વની વાત છે કે હું મારા બાળપણના હીરો પાસેથી મારી 100મી ટેસ્ટની કેપ મેળવી રહ્યો છું. મારી પાસે હજુ પણ અંડર-15ની તે તસવીર છે, જ્યાં હું તમારી સાથે ઉભો છું અને માત્ર તમને જ જોઉં છું. વિરાટ કોહલીએ આ ખાસ અવસર પર તમામનો આભાર માન્યો હતો. વિરાટ કોહલીએ કહ્યું કે મારી પત્ની અહીં છે, ભાઈ સ્ટેન્ડ પર બેઠો છે અને અમારી ટીમ અહીં છે જેમના સપોર્ટ વિના આ ક્યારેય બન્યું ન હોત. જ્યારે ટીમ ઈન્ડિયા વતી વિરાટ કોહલીને કેપ આપવામાં આવી ત્યારે અનુષ્કા શર્મા પણ તેની સાથે હતી.