સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે લીમડી બાર ફળીયાના વિસ્તારમાં ૩૦ જેટલા પરિવારોને ખુલ્લી જગ્યા કરવા નોટિસ પાઠવતા ફફડાટ

0
62

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે લીમડી બાર ફળીયાના વિસ્તારમાં ૩૦ જેટલા પરિવારો ૪૦ વર્ષથી વસવાટ કરી કાચા મકાનોમાં રહીને રોજગાર ધંધા કરી ગુજરાન ચલાવે છે. ત્યારે  હાલ નર્મદા નિગમ દ્વારા ૩૦ જેટલા આ લોકોને તાત્કાલિક અસરથી મકાનો હટાવી ખુલ્લી જગ્યા કરવા નોટિસ પાઠવતા આ ૩૦ પરિવારો ફફડી ઉઠ્યા છે.

જોકે તેમને ગોરા કોલોની પાછળ કોમન પ્લોટો ફાળવવામાં આવ્યા છે.પણ હવે આ લોકો ત્યાં રહે તો રોજગાર કરવા ક્યાં જાય કેવી રીતે જીવે આ તમામ બાબતે આધિકરીઓને વિનંતી કરી રહ્યા છે.

તેમના કહેવા મુજબ તેમને જે પ્લોટ ફાળવેલ તે મુખ્ય રસ્તા થી ઘણી દૂર છે. હાલ ચોમાસાની સીઝન છે. ત્યારે આ સીઝન અહીંયા કાઢી લેવાદેવામાં આવે એવી માંગ કરી રહ્યા છે. જ્યારે નર્મદા બંધ બનતો હતો ત્યારે હજારો કામદારો ને ખાણી પીણી ના સાધન સામગ્રી પૂરું પાડતું નવાગામ લીમડી બાર ફળિયાનું આ બજાર ખુબ આશીર્વાદ રૂપ હતું. નર્મદા બંધની ઉપરવાસમાં આવેલ મહારાષ્ટ્રના જે કિનારાના ગામો હતા તે ગામોના લોકો પણ આ બજારમાં ખરીદી કરવા આવતા.

આજે કામ પૂર્ણ થઇ ગયું કામદારો બીજે જતા રહ્યા ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું અને બાજુમાં આ જે.પી કેમ્પનું બજાર આવેલું  છે. ત્યારે આ બજાર હવે આધિકારીઓના આંખમાં ખુંચે છે કેમ કે એની જગ્યાએ કે માલેતુજાર આવી દુકાન નાંખશે જેથી સરકારને કરોડોની આવક થશે. પરંતુ જો આ લોકોને એવી ડિઝાઇનથી  ફરી તેમનું મકાન બનાવે દુકાન બનાવે. જો કાયમી રહેવા મળે તો આ લોકો પણ ખર્ચ કરવા તૈયાર છે. છતાં ચોમાસુ દિવાળી નીકળે તોય બહુ કહી આધિકરીઓને વિનંતી કરી રહ્યા છે. પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૧૫ સપ્ટેમ્બર આવશેએ પહેલા બધું સપાટ કરવામાં આવશે.

Love ni love stories movie

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here