સુરત : ભેસ્તાન ભીમનગર આવાસમાં ફ્લેટના પોપડા પડવાની ઘટનાને લઈ રહીશોનો વિરોધ

New Update
સુરત : ભેસ્તાન ભીમનગર આવાસમાં ફ્લેટના પોપડા પડવાની ઘટનાને લઈ રહીશોનો વિરોધ

સુરતના ભેસ્તાન ખાતે આવેલ એસ.એમ.સી ભીમનગર આવાસમાં ફ્લેટના પોપડા પડવાની ઘટનાને લઈ રોષે ભરાયેલ લોકોએ રસ્તા પર ઉતરી ભારે હોબાળો મચાવ્યો હતો. પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી મામલો થાળે પાડવાની કવાયત હાથ ધરી હતી.

સુરત શહેરના ભેસ્તાન ખાતે જર્જરિત આવાસમાં રહેતા રહેવાસીઓ હાથમાં બેનરો લઈ રોડ ઉપર ઉતરી આવ્યા હતા . મનપા દ્વારા ભેસ્તાન ખાતે ગરીબોને ફળવામાં આવેલ સરકારી આવાસની હાલત માત્ર 7 વર્ષમાં જ ખખડધજ બની છે. ભેસ્તાન એસ.એમ.સી ભીમનગર આવાસમાં ફ્લેટના પોપડા પડવાની ઘટના ગત શુક્રવાર રાત્રે દરમિયાન બની હતી. અચાનક ત્રણ ફ્લેટના પોપડા પડતાની સાથેજ પોતાનો જીવ બચાવવા માટે લોકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ઘટનાને ત્રણ દિવસ વીતી ગયા છતાં મનપા દ્વારા કોઈ કાર્યવાહી ન કરવાનો આરોપ રહીશોએ મૂક્યો હતો. રોષે ભરાયેલ લોકો જર્જરિત આવાસમાં જીવના જોખમે રહેવા ન માંગતા હોવાથી તેઓ રોડ ઉપર હાથમાં બેનરો લઈ ઉતરી આવી મનપા સામે ભારે વિરોધ નોંધાવ્યો હતો.

અગાઉ ભેસ્તાન ખાતે આવેલ સરસ્વતી આવાસ, ભેસ્તાન રેલવે ફાટક આવસમાં સ્લેબના પોપડા પડવાની ઘટના બની હતી તે રમિયાન આવાસમાં વસતા લોકોને નાની મોટી ઇજા પહોંચી હતી, જયારે મનપા દ્વારા બનાવમાં આવેલ ભીમનગર આવાસમાં સ્લેબના પોપડા પડતા લોકો રોડ ઉપર ઉતરી સારા આવાસની માંગ કરી રહ્યા છે.સ્થાનિક મનપા કોર્પોરેટર દ્વારા આવાસની સમસ્યાને લઇ મનપા કમિશનરને અનેક વખત રજુઆત કરવામાં આવી છે, પરંતુ જર્જરિત આવાસનો નિકાલ હાલ સુધી આવ્યો નથી.

જયારે શહેરમાં વસતા ગરીબ લોકોના ઝુંપડા હટાવીને સ્માર્ટ સીટીનું સપનું સાકાર કરવા જનાર મનપાએ ખખડધજ આવાસ બનાવીને લોકોને જીવના જોખમે રહેવા માટે આપી દીધા છે, ત્યારે 7 વર્ષમાં આવાસ ખખડધજ થઈ જતા ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. હાલ મનપા કોન્ટ્રાક્ટરોના પાપે.સ્માર્ટ સીટીને કલંક લાગ્યું હોય એમ માની શકાય.

Read the Next Article

ભરૂચ : આમોદના આછોદ રોડ પર કેમિકલ ભરેલ ટેન્કર પલટી, અકસ્માતથી જાનહાનિ ટળી

આમોદ તાલુકાના આછોદ રોડ પર આવેલા પેટ્રોલ પંપ નજીક દહેજ કંપનીમાંથી વડોદરા જતા કેમિકલ ભરેલ ટેન્કર રોડની સાઈડમાં પલટી માર્યું હતું. ટેન્કર (નંબર GJ-12-AY-3678)નો ડ્રાઈવર સ્ટિયરિંગ

New Update
gujarat

આમોદ તાલુકાના આછોદ રોડ પર આવેલા પેટ્રોલ પંપ નજીક દહેજ કંપનીમાંથી વડોદરા જતા કેમિકલ ભરેલ ટેન્કર રોડની સાઈડમાં પલટી માર્યું હતું. ટેન્કર (નંબર GJ-12-AY-3678)નો ડ્રાઈવર સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટેન્કર પલટી ગયુ હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

પ્રાપ્ત માહિતી મુજબ ટેન્કરમાં ભરાયેલ કેમિકલના વાસથી રોડ પરથી પસાર થતા વાહનચાલકોની આંખોમાં અને ગળામાં ચળચળાટ થતો હોવાનું જણાવાયું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે ટેન્કર જે ખાડામાં પલટી માર્યું છે તેમાં ભરાયેલા પાણીમાંથી સ્થાનિક ઢોર પણ પીવે છે, જેના કારણે પશુઓના જીવને જોખમ ઉભું થયું છે.આ કેમિકલથી સ્વાસ્થ્યને નુકસાન ન થાય તે માટે તેમજ પરિસ્થિતિ વધુ ગંભીર ન બને તે માટે સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ટેન્કર ઊભું કરવા અને અસરગ્રસ્ત વિસ્તારમાં સફાઈ કરવા માંગણી કરવામાં આવી છે.

Latest Stories