Connect Gujarat
ગુજરાત

સુરતઃ ભોજપુરી ફિલ્મોના એક્ટર-ડાયરેક્ટરનું શંકાસ્પદ મોત

સુરતઃ ભોજપુરી ફિલ્મોના એક્ટર-ડાયરેક્ટરનું શંકાસ્પદ મોત
X

આજે વરાછામાં ભોજપુરી ગીતના શુટીંગમાં જવાની તૈયારી કરતો હતો ત્યારે અચાનક હોસ્પિટલ ખસેડાયો

સુરતમાં રહેતા અને બોલિવૂડ તથા ભોજપુરી ફિલ્મોના એક્ટર-ડાયરેક્ટરનું શંકાસ્પદ મોત નીપજ્યું છે. વરાછામાં સવારે ભોજપુરી ગીતના શુટીંગની તૈયારી કરી રહ્યો હતો તે દરમિયાન આખું શરીર જકડાઈ જતાં 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. હાલ તેનાં મોતનું કારણ જાણી શકાયું નથી. પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા તૃપ્તીનગરમાં રહેતા અને મૂળ કાનપુરનો અભિષેક સિંગ જયપાલ સિંગ બોલિવૂડ અને ભોજપુરી ફિલ્મોમાં કામ કરતો હતો. થોડા સમય પહેલાં યુપીમાં તેની ભોજપુરી ફિલ્મ બદલા હિન્દુસ્તાની રિલિઝ પણ થઈ છે. જ્યારે ગુજરાતમાં થોડા સમયમાં રિલિઝ થવાની છે. એ ટ્રુ ક્રસ ફિલ્મનું અડધું શુટીંગ થઈ ગયું છે. હાલમાં તે સુરત ખાતે આવ્યો હતો. આજે વરાછમાં ભોજપુરી ગીતનું શુટીંગ કરવાનું હોવાથી તૈયારી કરી રહ્યો હતો. તેવામાં તેણે એક આયુર્વેદિક ગોળી ખાધા બાદ આખું શરીર જકડાઈ ગયું હતું. તેની ફરિયાદનાં પગલે તેને 108 દ્વારા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસને ઘટનાની જાણ થતાં સિવિલ હોસ્પિટલ દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story