Connect Gujarat
Featured

સુરત : નવરાત્રીના પર્વને કોરોનાનું ગ્રહણ, જુઓ શું કહી રહયાં છે ખેલૈયાઓ

સુરત : નવરાત્રીના પર્વને કોરોનાનું ગ્રહણ, જુઓ શું કહી રહયાં છે ખેલૈયાઓ
X

રાજયમાં કોરોના વાયરસના કહેરના કારણે નવરાત્રીની ઉજવણી પણ પાબંધી લાદી દેવામાં આવી છે જયારે આઠ વિધાનસભા બેઠકોની પેટાચુંટણીને મંજુરી આપવામાં આવતાં ખેલૈયાઓમાં નિરાશા વ્યાપી છે. માતાજીની ભકિત પર સરકારની સખતી અંગે અમારા સંવાદદાતા મેહુલ ભોકળવાએ તરસાડીના ખેલૈયાઓ સાથે વાતચીત કરી હતી.

કોરાના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખી તેમજ કોરાના વાયરસનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે આ વર્ષે રાજ્યમાં ગરબા વિના જ નવરાત્રી થશે ની રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે ત્યારે સરકારના આ નિર્ણયથી કેટલા સમયથી નવરાત્રીની રાહ જોતા ખેલયાઓમાં નિરાશા જોવા મળી હતી તેમજ તેમના નોરતા ના ઓરતા અધૂરા રહી ગયા હતા,ત્યારે આવો સાંભળીને ઓલપાડ ના કીમના રંગીલા ગ્રુપના ખેલયાઓને કે સરકારના આ નિણર્યથી તે ઓમાં કેટલી નિરાશા છે.

માંગરોળના તરસાડી ખાતે વર્ષોથી ગરબાનું આયોજન કરતા કમળમ ગ્રુપ દ્વારા પણ આ વર્ષે નવરાત્રી નું આયોજન ન કરવાનું નક્કી કરી લીધું હતું તેમજ 2021માં કોરનાની વેકસીન મળી જશે તો ફરી મોટું આયોજન કરશે ની ખેલયાઓ ને ખાતરી આપી હતી

Next Story