Connect Gujarat
ગુજરાત

સુરત ડીંડોલી વિસ્તારમાં ગેરકાયદે શાળાનું હાથ ધરાયું ડિમોલિશન

સુરત ડીંડોલી વિસ્તારમાં ગેરકાયદે શાળાનું હાથ ધરાયું ડિમોલિશન
X

સુરતના ડીંડોલી વિસ્તારમાં ગેર કાયદે ચાલતી શાળાનું મનપા દ્વારા ડીમોલીશન કરવામાં આવ્યું છે. શાળામાં અભ્યાસ કરતા બાળકોને સુરક્ષિત બહાર કાઢી મનપાએ ડીમોલીશનની કામગીરી હાથ ધરી હતી.

સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલી સીતારામ બાલ સંસ્કાર હિન્દી વિદ્યાલયનું મનપા દ્વારા ડીમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. બિલ્ડીંગની કોઈ પણ જાતની પરવાનગી ના હોવાથી મનપાએ અગાઉ નોટીસ આપી હતી અને જે તે સમયે શાળાના સંચાલકોએ જાતે જ ડીમોલીશન કરવાની ખાતરી આપી હતી. પરંતુ ડીમોલીશન નહિ કરી શાળા ચાલુ રાખતા આજે મનપાની ટીમ ઘટના સ્થળે પહોચી હતી અને શાળામાં અભ્યાસ કરતા બાળકોને સુરક્ષિત બહાર કાઢી ડીમોલીશનની કામગીરી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે ભટારમાં સ્કુલ પાસે આગ લાગવાની ઘટના બાદ અને તક્ષશીલાની ઘટના બાદ તંત્રની આંખ ખુલી છે અને આવી ગેરકાયદે ધમધમી રહેલી શાળાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Next Story