Connect Gujarat
ગુજરાત

સુરત : પાંડેસરાની પ્રતિભા ડાઇંગ મિલમાં આગથી દોડધામ

સુરત : પાંડેસરાની પ્રતિભા ડાઇંગ મિલમાં આગથી દોડધામ
X

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી પ્રતિભા ડાઈંગ મિલમાં આગ લાગી હતી બનાવની જાણ થતા ફાયર કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ના હતી.

સુરતના પાંડેસરા વિસ્તારમાં પ્રતિભા ડાઈંગ મિલમાં આવેલી છે. આ ડાઈંગ મિલના સેન્ટર મશીનમાં એકાએક આગ લાગી હતી. આગ લગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તો બીજી તરફ સ્થાનિકોએ બનાવની જાણ ફાયર વિભાગને કરી હતી. ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોચે તે પહેલા જ સ્થાનિકોએ આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવી લીધો હતો. આ સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ના હતી. પરંતુ પલભર માટે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

Next Story