/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/maxresdefault-103.jpg)
દેશના પુર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ આપણી વચ્ચે નથી રહયાં પણ તેમની યાદો દરેક ભારતીયના દિલમાં જીવંત રહેશે. 2016માં સુષ્મા સ્વરાજને કીડનીની સમસ્યા ઉદભવી હતી ત્યારે સુરતના મુસ્લિમ યુવાને તેમને કીડની આપવાનો પ્રસ્તાવ મુકયો હતો અને ત્યારે સુુષ્મા સ્વરાજે કીડની પર કોઇ ધર્મનો સીમ્બોલ હોતો નથી તેમ જણાવી યુવાન પ્રતિ આભારની લાગણી વ્યકત કરી હતી. આવો નિહાળીએ કનેકટ ગુજરાતનો વિશેષ અહેવાલ.
દેશના પુર્વ વિદેશમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા સુષ્મા સ્વરાજે ભારતીય રાજકારણમાં સિંહફાળો આપ્યો છે. વિદ્યાર્થી નેતા તરીકે રાજકીય કારકીર્દી શરૂ કરનારા સુષ્મા સ્વરાજ દિલ્હીના પ્રથમ મહિલા મુખ્યમંત્રી તથા કેન્દ્ર સરકારમાં કેબીનેટ મંત્રી પણ રહી ચુકયાં છે. મંગળવારના રોજ હદયરોગનો હુમલો તેમના માટે ઘાતક સાબિત થયો હતો. ભલે સુષ્મા સ્વરાજ આપણી વચ્ચે નથી રહયાં પણ તેઓ દરેક નાગરિકના દીલમાં યાદો બની જીવંત રહેશે. સુષ્મા સ્વરાજ અને ગુજરાત વચ્ચે પણ હદયનો નાતો રહયો છે. 2016માં સુષ્મા સ્વરાજને કીડનીની સમસ્યા ઉભી થતાં તેમને એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. તેની જાણકારી તેમણે ટ્વિટના માધ્યમથી આપી હતી. સુરતના અકરમે પણ ટ્વિટના માધ્યમથી સુષ્મા સ્વરાજને કિડની આપવા તૈયારી બતાવી હતી.
સુષ્મા સ્વરાજે ટ્વિટના જવાબમાં જણાવ્યું હતું કે, કિડની પર કોઈ ધર્મનું સિમ્બોલ નથી હોતું અને અકરમનો આભાર માન્યો હતો અને જરૂર લાગ્યે મદદ લેવાની તૈૈયારી પણ બતાવી હતી.
સુરતના અકરમે સુષ્મા સ્વરાજને મદદ કરવાની પ્રતિબધ્ધતા દર્શાવનાર અકરમ કહે છે કે, વિદેશોમાં ફસાયેલા અસંખ્ય લોકોને સુષ્મા સ્વરાજજી ભારતમાં લાવવા માટે મદદ રૂપ થયા છે. અને તેમના પરિવારોને સાથ સહકાર આપ્યો હતો.દેશને આગળ લઈ જવામાં મોટા ફાળો રહ્યો છે. સુષ્મા સ્વરાજના નિધનથી પરિવારના કોઈનું નિધન થયું હોય તેવી લાણગી થઈ રહી છે.